બોલો..ડૉક્ટરે ૧૫ કેન બીયર ચઢાવી દર્દીનો જીવ બચાવ્યો…!!

0
33

હન્નૌઈ,તા.૨૧
વિયતનામમાં દર્દીની સારવાર કરવાનો એક આશ્ચર્ચજનક મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિને આલ્કોહોલ પોઇઝનિંગ થતા તેઓ સારવાર માટે ડોક્ટર પાસે ગયો હતો. ડોક્ટરે દર્દીનો જીવ બચાવવા માટે તેને ૧૫ કેન બીયર ચઢાવી. આ દર્દીનું નામ ગુયેન વૈન હાટ છે.
રિપોર્ટ મુજબ ૪૮ વર્ષના હાટને મેથનોલ લેવલ નોર્મલ કરતા ૧,૧૧૯ ગણું વધારે થયું હતું. મિથેનોલના લીવર પ્રોસેસિંગને ઓછું કરવા માટે સૌથી પહેલા ડોક્ટરની એક ટીમે હાટના પેટમાં એક લીટર બીયર પહોંચાડી. ત્યાર બાદ દરેક એક ક્લાકે એક કેન બીયર પેટમાં પહોંચાડવામાં આવી. એવી રીતે કુલ ૧૫ કેન બીયર દર્દીના પેટમાં પહોંચાડવામાં આવી હતી. જેના પછી હાટને જાશ આવ્યો હતો.
આ વિશે પૂછવા પર એક ડોક્ટરે જણાવ્યું કે આલ્કોહોલ મિથેનોલ અને ઇથેનોલ એમ બે પ્રકારમાં આવે છે. જે કોઈ દારુ પીવાવાળો વ્યક્તિ અચાનક પીવાનું બંધ કરી દે તો પેટના માધ્યમથી ખૂનમાં આલ્કોહોલ પહોંચે છે. જેના કારણે શરીરમાં આલ્કોહોલનું લેવલ વધી જાય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જ્યારે સિસ્ટમમાં મિથેનોલ ઓક્સીડાઇઝ્ડ થઈને ફોર્મલાડેહાઇડ બનવા લાગ્યુ અને શરીરમાં એસિડનું પ્રમાણ વધ્યું ત્યારે હાટ બેહોશ થઈ ગયા હતા.
ઉપરાંત રિપોર્ટમાં કહ્યું હતું કે ફ્રીબર્ગના યુનિવર્સિટી હોસ્પિટલના ફિઝિશિયન હંશ જાર્જ બુશે જણાવ્યું કે,‘૧૫ કેન બીયરવાળી થેરાપી ક્યારેક અમલમાં લેવામાં આવતી હોય છે. પરંતુ આ એક સંપૂર્ણ ઉપયોગી પ્રક્રિયા છે.’ ઉલ્લેખનીય છે કે લીવર મિથનોલની જગ્યાએ ઇથેનોલને તોડવાને પ્રાથમિકતા આપે છે. તેથી ડોક્ટરોએ હાટના પેટમાં વધુ માત્રામાં બીયર નાખી હતી. કારણ કે તેમાં ઇથેનોલ હોય છે. જોકે હાટની તબિયત સારી થતા ૩ સપ્તાહ બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY