સિવિલના ટ્રોમા સેન્ટરમા ઓટી, એક્સ રે મશીન બંધ હોવાથી દર્દીઓને હાલાકી

0
41

સુરત,તા.૨૧
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં એક છત નીચે તમામ સારવાર મળી રહે તે માટે સરકારે શરૂ કર્યું હતુ પણ સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સિવિલ હોÂસ્પટલના ટ્રોમા સેન્ટરમાં ઓપરેશન થિયેટર, આઈ સી યુ, પ્રસુતિ રૂમ, એક્સ એક્સ રે મશીન બંધ પડેલું હોવાથી દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતની સુરત નવી સિવિલ હોÂસ્પટલના ટ્રોમા સેન્ટરમાં રોજના વિવિધ તકલીફો અને ઇમરજન્સી કેસના ૮૦થી ૧૦૦ દર્દીઓ સારવાર માટે આવે છે. જેમાં અકસ્માત સહિતના ગંભીર ઇજા કે ગંભીર હાલતમાં દર્દીઓ આવે છે પણ ટ્રોમા સેન્ટરમાં છેલ્લા ઘણા સમયથી ઓપરેશન થિયેટર ,એક્સ રે મશીન, આઈ સી યુ તથા પ્રસુતિ રૂમ મા પ્રસુતિ થતી નથી. સહિતની નાની-મોટી વ્યવસ્થા સિવિલ તંત્ર શરૂ કરી નથી જેને કારણે ગંભીર હાલતમાં દર્દીઓ હાલાકી વેઠી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરએ જણાવ્યું હતું કે ટ્રોમા સેન્ટર માટે ઓર્થોપેડિક સહિતના ડોક્ટરો અન્ય કર્મચારીઓની ભરતી કરવા અંગે આરોગ્ય વિભાગમાં જાણ કરવામાં આવશે તથા ત્યાં બાકી રહેલી સુવિધાઓ જલદી શરૂ થાય તે માટે ચર્ચાઓ કરવામાં આવશે જ્યારે ટ્રોમા સેન્ટરનું એક્સ રે રૂમની ખામીઓ દૂર કરી એ ઈ આર બી એનઓસી આવે એટલે એક્સ રે મશીન શરૂ કરવામાં આવશે તબીબોની ભરતી થાય ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY