હેર એન્ડ બ્યૂટી પાર્લરમાં મસાજ માટે ગયેલી મહિલાની કર્મચારીએ છેડતી કરી

0
37

વડોદરા,તા.૫
દેશના જાણીતા જાવેદ હબીબ હેર એન્ડ બ્યૂટી પાર્લરના વડોદરાના અલકાપુરીમાં આવેલા સલૂનમાં મસાજ કરાવવા માટે ગયેલી મહિલાની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. કર્મચારી દ્વારા કરાયેલી છેડતીનો ભોગ બનેલી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ હાર્મની કોમ્પ્લેક્ષમાં દેશના જાણીતા હબીબ એન્ડ બ્યુટી પાર્લરના નામથી સલુન ચાલે છે. આ સલુનમાં માંજલપુર વિસ્તારમાં રહેતા અનિતાબહેન સોની (નામ બદલ્યું છે) ગત તા.૪-૯-૦૧૮ના રોજ મસાજ કરાવવા માટે ગયા હતા. અનિતાબહેન સોનીની મસાજ સલુનનો કર્મચારી અબ્દુલ આબિદ શેખ (રહે. ભીમનાથ મંદિર પાસે, કાલુ મીયાના બંગલા નજીક) કરી રહ્યો હતો. મસાજ દરમિયાન અબ્દુલ શેખે અનિતાબહેનની શારીરીક છેડતી કરી હતી. કર્મચારીએ છેડતી કરતાજ મહિલા રોષે ભરાઇ હતી. અને સલુન માથે લીધું હતું.
મહિલાની છેડતી કર્યા બાદ કર્મચારીએ માફી પણ માંગી લીધી હતી. પરંતુ, રોષે ભરાયેલી મહિલા મામલો સયાજી પોલીસ મથક સુધી લઇ ગઇ હતી. અને છેડતી કરનાર જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી પાર્લરના કર્મચારી અબ્દુલ આબિદ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે અબ્દુલ શેખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY