ગાંધીનગર,તા.૨૫
પાસ આગેવાન હાર્દિક પટેલ અનામતની માંગણી માટે આજથી આમરણાંત ઉપવાસ શરુ કરે તે પેહલા પાંચ શહેરોમાં ૧૪૪મી કલમ પોલીસે લાગુ કરી છે.
જેમાં અમરેલી, જુનાગઢ, જામનગર, રાજકોટ,અમદાવાદનો સમાવેશ થાય છે.અમદાવાદમાં તો પોલીસની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે.હાર્દિક પટેલના ઘર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.એવુ લાગે છે કે સમર્થકો કરતા પોલીસની સંખ્યા વધારે છે.
બીજી તરફ હાર્દિકના ઉપવાસ આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે.કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકના ઘરે પહોંચ્યા છે.આ પહેલા પણ કોંગ્રેસના ૨૧ ધારાસભ્યોએ સરકારને ઉપવાસ આંદોલન માટે જગ્યા ફાળવવા રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છેકે સરકારે ઉપવાસ આંદોલન માટે મંજૂરી નહી આપી હોવાથી હાર્દિક પોતાના ઘરેથી જ ઉપવાસ કરવાનો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



