અમદાવાદ,તા.૩૦
હાર્દિક પટેલ સામેના રાજદ્રોહ કેસ મામલે સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી હતી. પરંતુ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. જેને લઇને હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે હાર્દિક ઉપવાસ પર હોવાથી તે કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલના છેલ્લા ૫ દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. ત્યારે આજે હાર્દિક પટેલ સામેના રાજદ્ગોહ કેસ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી. પરંતુ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. આ મામલે હાર્દિકના વકીલે રજુઆત કરતા જણાવ્યું હતું કે હાર્દિક ઉપવાસ પર હોવાથી કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી. જેને લઇને સરકારી વકીલે હાર્દિક સામે પગલાં લેવા રજુઆત કરી હતી.
રાજદ્રોહ કેસમાંથી મુક્ત થવા હાર્દિકે ડિસ્ચાર્જ અરજી કરી છે. જ્યારે આજે સેશન્સ કોર્ટમાં દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા. ઉપવાસના કારણે હાર્દિક પટેલની તબિયત સારી ન હોવાથી તે સુનાવણીમાં હાજર રહી શક્્યો ન હતો. જેથી સેશન્સ કોર્ટે વધુ સુનાવણી ૧૪ સપ્ટેમ્બરના રોજ રાખીને તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ કર્યો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



