અમદાવાદ,તા.૮
અમદાવાદ જિલ્લાની સરકારી શાળાની છોકરીઓ ફૂટબોલ રમવા માટે સ્વીડન જશે. આ એક નવાઇ લાગે એવી વાત છે પણ હકિકત છે. અમદાવાદની થલતેજ અને જાધપુર પ્રાથમિક શાળાની ૧૦ દીકરીઓ અને ૨ દીકરાઓ વિશ્વભારતી શાળામાં ભણે છે પરંતુ તેમનું ઘડતર અને ભણતર સરકારી શાળાઓમાં જ થયું છે. વિદ્યાર્થીનીઓ રોશની નાયક, માયા રબારી, મહીયા ચૌહાણ, ખુશ્બુ સરોજ, સપના પાસી, અંજલિ સરોજ, સાક્ષી દંતાણી, સુનિતા રાવલ, અંજલિ રાણા, સોનલ પટેલ તથા વિદ્યાર્થીઓ દીપ પ્રજાપતિ અને મયુર દંતાણી આ વર્ષે એટલે કે ૧૦મી જુલાઈએ સ્વીડન ખાતે ફૂટબોલ મેચ રમવા જશે. આ ફૂટબોલ પ્લેયરોને એસ.કે.એફ બેરિંગના ખર્ચે કહાની સ્પોટ્ર્સ દ્વારા તાલીમ અપાય છે. કહાની સ્પોટ્ર્સના ડો મનીષાબેન કહે છે કે, “ વર્ષ ૨૦૧૫માં થલતેજ અને જાધપુર શાળામાંથી ૩૦ – ૩૦ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી. એ સમયે આ પ્લેયરોને સરખી રીતે દોડતા પણ નહોતું આવડતું. આ પ્લેયરોને તબક્કાવાર તાલીમ અપાઈ અને આજે તે પૈકી ૧૨ ખેલાડીઓની સ્વીડન ખાતે ફૂટબોલ મેચમાં પસંદગી કરાઈ છે…
આ વિદ્યાર્થીનીઓ કહે છે, કે “ અમારી સરકારી શાળા શ્રેષ્ઠ શાળા છે.. અમને આ શાળાએ રમવા માટે સારુ વાતાવરણ અને પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. અમે એ જીંદગીભર નહી ભૂલીએ..
અત્રે ઉલ્લેખનીય છે કે, થલતેજ પ્રાથમિક શાળા નંબર ૧ ની અરુણા ચૌહાણ, જલ્પા પરમાર, સુનીતા રાવલ, કરીના ભટ્ટી, તથા જાધપુર પ્રાથમિક શાળા નંબર-૧ના ગોપાલ ઠાકુર અને રોહન સોલંકીએ વર્ષ ૨૦૧૬માં વિશ્વભરના ૩૦૦ વિધ્યાર્થિઓ સાથે સ્વીડનના ગટેનબર્ગમાં યોજાયેલી “ ગોથિયા કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં“ દેશનું પ્રતિનિધિત્વ કર્યું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




