હાર્દિકનુ ૬ કિલો વજન ઘટ્યુ, ટિ્વટર કરીને કહ્યું કે જાઈએ સરકાર જીતે છે કે ગાંધીજી

0
40

અમદાવાદ,તા.૩૧
હાર્દિક પટેલને ઉપવાસનો આજે સાતમો દિવસ છે. શુક્રવારથી હાર્દિકે પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. બીજી તરફ આજે પાસ તરફથી હાર્દિક પટેલને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોવાની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. શુક્રવારે હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ધોલરિયાએ આ અરજી નોટ બિફોર મી કરી હતી.
૩૧ ઓગસ્ટની સવારે હાર્દિકે ટિ્વટર કરતા લખ્યું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલા હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જાઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા.. જયહિંદ.
હાર્દિકના ડાક્ટર નમ્રતા વાડોદરીયાએ જણાવ્યું હતું કે, બ્લડ-યુરિનના સેમ્પલ લેવા જરૂરી છે, પણ હાર્દિક પટેલ ના પાડી રહ્યો છે. બ્લડ-સુગરના સેમ્પલ અલગ અલગ સમયે લેવામાં આવ્યા હોવાથી ફેરફાર શક્્ય છે.
બપોરે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ આવી પહોંચ્યા હતા.
શનિવારે કોંગ્રેસ નેતા તેમજ ખેડૂત આગેવાન કનુભાઈ કળસરિયા હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા. કનુભાઈએ કહ્યું કે, “ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતો માટે લડતા લોકોને સરકારે સાંભળવા જાઈએ. હાર્દિક અન્નજળનો ત્યાગ કરીને નિસ્વાર્થ ભાવે લડત લડી રહ્યો છે. હાર્દિક પ્રત્યે લાગણી હોવાથી લોકો અહીં આવી રહ્યા છે પરંતુ તેમને રોકવામાં આવી રહ્યા છે. આ લડત આઝાદી માટેની લડત છે. લોકશાહી માટે આ બરાબર નથી. હાર્દિકને જાઈને હું ભાવુક થઈ ગયો હતો. મેં પણ બે વખત ઉપવાસ કરેલા છે એટલે સારી રીતે જાણું છું કે આ ખરેખર કેટલું મુશ્કેલ છે. સુપ્રીમની ટકોર હોવા છતાં સરકારના કાન બહેરા છે. સરકારને કંઈ સારું સુઝે તે માટે પ્રાર્થના કરીએ.
શનિવારે સોલા સિવિલની ટીમ તરફથી હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડોક્ટરની ટીમના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલના તમામ રિપોર્ટ નોર્મલ જણાયા છે. જાકે, હાર્દિકે બ્લડ સેમ્પલ લેવાનો ઇન્કાર કરી દીધો છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શુક્રવાર કરતા શનિવારે હાર્દિકના વજનમાં ૯૦૦ કિલોગ્રામનો ઘટાડો થયો છે. હાલ હાર્દિકનું વજન ૭૧.૯ કિલોગ્રામ છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY