રાફેલમાં વૈશ્વિક ભ્રષ્ટાચાર,આવનાર દિવસોમાં વધુ બોમ્બ વરસાવશે : રાહુલ ગાંધી

0
9

ન્યુ દિલ્હી,તા.૩૧
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાફેલ ડીલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવખત હુમલો કર્યો છે. તેઓએ રાફેલ ડીલ અને ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલાંદના પાર્ટનરની સાથે એક ફિલ્મ નિર્માણ માટે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના એગ્રીમેન્ટના એક જ ટાઈમિંગ અંગે પણ સવાલ ઉઠાવ્યાં છે. તેઓએ ટ્‌વીટ કરી કહ્યું કે, “રાફેલમાં વૈશ્વિક ભ્રષ્ટાચાર છે. આવનારા દિવસોમાં તે વધુ બોમ્બ વરસાવશે.”
રાહુલે ટ્‌વીટ કરતાં વધુમાં કહ્યું કે, “મોદીજી, અનિલને કહી દો કે ફ્રાંસમાં મોટી મુશ્કેલી છે.” રાહુલ છેલ્લાં કેટલાંક દિવસોથી સતત ટ્‌વીટર પર નાણા મંત્રી અરૂણ જેટલી અને નરેન્દ્ર મોદીને આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (ત્નઁઝ્ર) બનાવવાની માંગ કરી રહ્યાં છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY