કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટને કારણે હાર્દિક પટેલને દંડ ફટકારાયો

0
35

અમદાવાદ,તા.૧૦
હાર્દિક પટેલ અનામત આંદોલનના ઉપવાસને લઇને નિકોલ ખાતે ગ્રાઉન્ડની મંજૂરી લેવા ગયા હતા તે દરમિયાન હાર્દિકની ગાડીમાં બ્લેક ફ્રેમ દેખાઇ હતી. જે અંગે હાર્દિક પટલને દંડ ફટકારવામા આવ્યો છે.
માહિતી અનુસાર હાર્દિક પટેલ કમિશ્નર કચેરીએ ઉપવાસ આંદોલન અંગે ગ્રાઉન્ડની મંજૂરી લેવા ગયા હતા. કમિશ્નર કચેરીએ પહોંચતા જ હાર્દિકને મેમો આપવામાં આવ્યો હતો. ગાડીમાં કાળા કાચ, ફેન્સી નંબર અને બ્લેક ફિલમ હોવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા કાયદાકીય રીતે બ્લેક ફ્રેમને હટાવી દેવામાં આવી અને કાયદા મૂજબ મેમો પણ આપવામા આવ્યો હતો. એક તરફ હાર્દિક પટેલ કાયદાની વાત કરવા આવ્યા હતા પણ પોલીસે હાર્દિક પટેલને જ કાયદો બતાવી દીધો. હાર્દિક પટેલે જણાવ્યુ કે આ કાયદાને હું સ્વીકાર કરું છુ મને મેમો આપવામા આવ્યો તે યોગ્ય છે. પોલીસ એમનું કામ કરી રહી છે હુ મારુ કામ કરી રહ્યો છુ.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY