સેબીને હવે ફોન કોલ ટેપ કરવા માટે સત્તા અને અધિકાર મળશે

0
37

ન્યુ દિલ્હી,તા.૧૦
સિક્્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ને હવે ફોન કોલ ટેપ કરવાની સત્તા અને અધિકાર મળશે. સેબીની એક ઉચ્ચસ્તરીય સમિતિએ આ અંગે ભલામણ કરી છે. મૂડીબજારમાં વધતી જતી છેતરપિંડી અને કૌભાંડોની ઘટના, ઇન્સાઇડર ટ્રેડિંગ અને અન્ય ગેરરીતિઓ પર લગામ મૂકવાની દિશામાં આ એક મોટું સુધારાત્મક પગલું હશે.
સમિતિના આ રિપોર્ટ પર ૨૪ ઓગસ્ટ સુધીમાં લોકોની કોમેન્ટ્‌સ માગવામાં આવી છે. સિક્્યોરિટી માર્કેટને મજબૂત કાનૂની ફ્રેમવર્ક પૂરું પાડવા અને બિઝનેસ ટ્રેડિંગ તેમજ ડિલિંગમાં પ્રામાણિકતાને સુનિશ્ચિત કરવાની જરૂરને ધ્યાને રાખીને ગઇ સાલ ઓગસ્ટમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.
પૂર્વ કાયદા સચિવ અને લોકસભાના પૂર્વ મુખ્ય સચિવ ટી.કે. વિશ્વનાથનની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિનો ૧૫૬ પાનાંનો અહેવાલ જાહેર કરતા સેબીએ જણાવ્યું છે કે તેમાં તમામ લિસ્ટેડ કંપનીઓ, તેના કર્મચારીઓ અને એજન્ટોને છેતરપિંડી અને ઉચાપતના નિયમોને આધિન લાવવાની ભલામણ કરવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ની જેમ કોલ ટેપ કરવાની પણ સત્તા અને અધિકાર મળવા જાઇએ. અત્યારે સેબીને કોલ ડેટા રેકોર્ડ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. કેટલાક દેશોમાં માર્કેટ રેગ્યુલેટરને ફોન ટેપ કરવાની પણ સત્તા હોય છે. રજત ગુપ્તા અને રાજા રત્નમ્‌ જેવા કેટલાક મોટા વૈશ્વિક કૌભાંડોનો ફોન ટેપિંગ દ્વારા જ પર્દાફાશ થયો હતો.
કમિટીએ લિસ્ટેડ કંપનીઓમાં વિસલ બ્લોઅર માટે ફરજિયાત નીતિ બનાવવાની પણ ભલામણ કરી છે. કંપનીઓ અને ઈન્ટરમીડિયરીઝ માટે સંવેદનશીલ માહિતી રાખવા અને તેમના નિકટના સંબંધીઓની યાદી તૈયાર કરવા પણ સૂચના અપાઇ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY