હાર્દિક હોસ્પિટલમાં,આંદોલન યથાવત્‌….!!

0
29

અમદાવાદ,તા.૭
ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે સહિતની માગણીઓ સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલ ગત ૨૫ ઓગસ્ટથી ગ્રીનવુડ રેસ્ટોરન્ટ ખાતે આવેલા પોતના નિવાસ સ્થાને ઉપવાસ ઉપર હતો. આજે શુક્રવારે હાર્દિક પટેલના ઉપવાસનો ૧૪મો દિવસ છે. જાકે, હાર્દિક પટેલની તબિયત વધારે બગડતા હાર્દિક પટેલને એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ હાર્દિક પટેલની સારવાર માટે લાગી ગઇ છે. હાર્દિક પટેલની સારવાર કરવા માટે ડોક્ટરોની ટીમ ખડે પગે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાર્દિક પટેલને સ્ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરોની ટીમ દ્વારા તેની પ્રાથમિક સારવાર કરાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઉપવાસના ૧૪માં દિવસે પાટીદાર અગ્રણી અને ખોડલધામના નરેશ પટેલે હાર્દિક પટેલ સાથે ચર્ચા કરાઇ હતી. સારવાર દરમિયાન તેણે ટિવટર કરીને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતું. ‘અનિશ્ચિત કાળના ઉપવાસ આંદોલનના ૧૪માં દિવસે મારી તબિયત બગડતા મને અમદાવાદની સોલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હાલ મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને કિડનીને નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી બીજેપી ખેડૂતો અને પાટીદાર સમાજની માંગ પુરી કરવા માટે તૈયાર નથી’.
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમાધાનકારી રીતે પૂર્ણ કરીને સમેટવા માટ નરેશ પટેલ અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકને પારણાં કરવા વિનંતી કરવા આવ્યો છું. આ માટે ઉમિયાધામ અને ખોડલધામ બંને સંસ્થા સાથે મળીને પ્રયાસ કરશે. આ મામલે હજુ સુધી સરકાર દ્વારા મધ્યસ્થીની તેમને કોઈ ઓફર ન આવી હોવાનું જણાવ્યું હતું.
હાર્દિક સાથે મુલાકાત બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે, “તબિયતને લઈને પાટીદાર અને અન્ય સમાજ ચિંતિત છે. મેં આજે પહેલી વિનંતી એવી કરી છે કે હાર્દિક બને એટલા ઝડપથી પારણા કરી લે. હાર્દિક હજી પણ તેની ત્રણ માંગણી કરી રહ્યો છે. ત્રણેય માંગ અંગે મેં હાર્દિકને ખાતરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામ ધાર્મિક સંસ્થાઓ મળીને આજે સરકાર સમક્ષ આ વાત મુકશે. બંને એટલી ઝડપથી આ વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરીશું. મેં હાર્દિકને ખાતરી આપી છે કે દરેક સંસ્થા તારી સાથે છે. આખા સમાજને તારી તબિયતની ચિંતા છે.”
“હાર્દિકે પારણા કરવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી પરંતુ તેણે એવું કહ્યું છે કે ટૂંક સમયમાં હું તમને જણાવીશ કે ક્્યારે પારણા કરીશ. હાર્દિકે મને મંજૂરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો મળીને સરકાર સાથે ત્રણ મુદ્દે ચર્ચા કરવા આગળ વધો.
૧૪ દિવસના ઉપવાસ છતાં સરકાર તરફથી અહીં કોઈ ફરક્્યું નથી. મારી સરકારને વિનંતી છે કે કોઈ અધિકારી કે નેતાને ઉપવાસ છાવણી ખાતે મોકલીને હાર્દિક સાથે ચર્ચા કરે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે આજે હાર્દિક પટેલને હોસ્પિટલમાં એડમિટ થવું જાઈએ. હાર્દિક પટેલની તબીયત વધુ બગડી રહી છે. તો ડોક્ટરે એમ પણ જણાવ્યું હતું કે હાર્દિક પટેલે આજે વજન ચેક કરવા નથી દીધું. જા કે, નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિક પટેલ રાજી થયો હતો. હાલ તેને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY