પાટીદાર સમાજ માટે અનામત અને ખેડૂતોના દેવા માફ તથા મોડેથી ઉમેરાયેલી પાસ નેતા અલ્પેશ કથિરિયાની રાજદ્રોહના કેસમાંથી મુક્તિ એમ ૩ માંગણી સાથે ૨૫ ઓગસ્ટના રોજ આમરણ ઉપવાસ પર બેઠેલા ૨૪ વર્ષનો હાર્દિક થાપ ખાઇ ગયો કે આ વખતે ગાંધીનગરમાં ભાજપ સરકારમાં આનંદીબેન પટેલ નથી પણ વિજય રૂપાણી છે. ૨૫ ઓગસ્ટ ૨૦૧૫માં તે કોંગ્રેસના દ્વારે પણ નહોતો. ૩ વર્ષ પછી ઓગસ્ટ-૨૦૧૮માં એ જ જુની માંગ અને ખેડૂતોના સાથ-સહકાર માટે દેવા માફીનો મુદ્દો ઉમેરીને આમરણ ઉપવાસ શરૂ કર્યા ત્યારે તેનો સમગ્ર સમાજ જ તેની પડખે નહોતો. એક પણ ખેડૂત નેતા તેની સાથે ઉપવાસ પર બેઠા નથી કે તેમણે એમને પોતાની સાથે બેસવા દિધા નથી. પાટીદાર સમાજને અનામત આપવાની માંગ પરંતુ તેમની સાથે ઉમિયાધામ કે ખોડલધામના કોઇ પદાધિકારી કે કોઇ પાટીદાર નેતા કે નેતાઓ રિલે ફાસ્ટ અથવા પ્રતિક ઉપવાસ ઉપર પણ તેમની નજીક બેઠા નથી. ૧૧મા દિવસે જ હાંફી ગયેલા હાર્દિકે જળ ત્યાગ દ્વારા સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો અને પારણાં કર્યા વગર હોÂસ્પટલ ગયો તેના કેટલાક કલાક પહેલા ફરીથી જળત્યાગની જાહેરાત કરી હતી. કોંગ્રેસના નેતાઓ મળવા આવ્યાં બાદ ભાજપ અને સરકારે જે વલણ અપનાવ્યું તે તેને સરકારનો ઇશારો હતો કે હાર્દિક તમે કોંગ્રેસના ખોળામાં બેઠા છો એટલે કાંઇ ના મળે. જેટલા દિવસ ઉપવાસ કરવા હોય કરો….!!!
રાજકીય નિરીક્ષકો હાર્દિકના આખા એપિસોડ અંગે એવું તારણ તારવે છે કે હાર્દિક પટેલને એક રાજકારણીની જેમ રાજકીય સ્ટંટ કરતા ના આવડ્યું. કેમ કે તેઓ સીધેસીધા હોસ્પિટલમાં પહોંચી ગયા. જા તેઓ રાજકાણી હોત તો ખોડલધામના અગ્રણી નરેશ પટેલને મળ્યા બાદ અને તેમના ગયા બાદ ૨ કલાક કે ૩ કલાક પછી અચાનક બેહોશ થઇને સ્ટ્રેચરમાં લાંબા થઇને આંખો બંધ કરીને જવાની જરૂર હતી. નરેશ પટેલ મળીને મિડિયાને બાઇટ આપતા હતા તે દરમ્યાન તો તેને સોલા લઇ જવાની તૈયારીઓ દર્શાવે છે કે તેનું પગલું ઉતાવળિયું હતું અને આ સમગ્ર બાબતમાં તેના આંદોલનનો અને આમરણ ઉપવાસનો ફિયાસ્કો થઇ ગયો છે.
સમાજ અને સરકારમાં સર્વમાન્ય ચહેરો નરેશ પટેલને વિનંતી કરીને પોતાનો જીવ બચાવી લેવાની વાત આગળ વધી અને ૧૪મા દિવસે નરેશ પટેલને મળ્યા બાદ હાર્દિક પારણાં કર્યા વગર જ હોસ્પિટલ ગયો કે લઇ જવાયો. નરેશ પટેલના હાથે પારણાં કરવાની તક ગુમાવી. હું વીર શહીદ ભગતસિંહ ચેલો…. ભગતસિંહ મારા ગુરૂ અને ભગતસિંહની જેમ સમાજ માટે સરકાર સામે લડતા લડતા શહિદ થઇ જવા તૈયાર……એવી સિંહ ગર્જના કરનાર અને વીર ભગતસિંહના ફોટાની નીચે ઉપવાસ કરનાર હાર્દિકને શહીદી નહીં પણ જીંદગી વ્હાલી લાગી. ભગતસિંહનું નામ બગાડ્યું. હવે તેને વીર ભગતસિંહનું નામ લેવાનો કોઇ નૈતિક અધિકાર નથી. ૨૦૧૫માં તલવારો કાઢનારને ૩ વર્ષમાં જ તલવાર મ્યાન કરીને નીચુ મોઢું રાખીને નવી જીંદગી માટે સોલા ખાતે ધસી જવું પડ્યું. હાર્દિક હાર્યો, સરકાર પરાણે જીતી. નરેશ પટેલનું માન રાખવા માટે સરકાર હાર્દિકની માંગણીઓ માટે પાટીદાર સમાજમાં ભાજપને ફરી એન્ટ્રી મળે તેવા પ્રયાસો કરશે. પણ અનામત શક્્ય નથી. પરંતુ સરકાર ખેડૂતોના મામલે કોઇ સમિતિની જાહેરાત કરે અને કથિરિયા સામેનો કેસ પાછો ખેંચવા કાયદાકીય સલાહ લઇને ન્યાયતંત્રની પ્રક્રિયા કરવાની ખાતરી આપશે. સરવાળે એવું થશે કે હાર્દિકની એક પણ માંગણી સરકાર તાકીદે સ્વીકારશે નહીં. અને હાર્દિકે ઉપવાસના ૧૪ દિવસ વજન અને પ્રતિષ્ઠા એમ બન્ને ઘટાડ્યું તે લટકામાં. હાર્દિક, અને જેઓ આંદોલનો કરવા માંગે છે કે કરી રહ્યાં છે તેમણે એટલો વિચાર કરવો જ જાઇએ કે દેશ અને સમાજ માટે જેઓ ભર યુવાનીમાં વીર ભગતસિંહની જેમ ખપી ગયા તેમનામાં કેટલી હિંમત, ઝનૂન,જામ, જુસ્સો અને જે થવાનું હોય તે થાય આ તો નહીં જ ચલાવી લેવાય….એવો મક્કમ નિર્ધાર હતો. ભાઇ હાર્દિક, સમાજ અને દેશ માટે શહીદી વ્હોરવા માટે કલેજુ જાઇએ. ખપી જવાની તૈયારી હોવી જાઇએ, સોલા જવાની તૈયારી નહીં.
છેલ્લું અટ્ટહાસ્ય સ્વર્ણિમ સંકૂલ-૧ અને શ્રી કમલમમાં ગૂંજી રહ્યું હતું., સીધો કરી નાંખ્યો….!
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




