હાર્દિકના પારણાનો અંત..?,શરદ યાદવાના હાથે પાણી પીધું

0
13

અમદાવાદ,તા.૮
ખેડૂતોનાં દેવાં માફી અને પાટીદારોને અનામતના મુદ્દે છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને ગઇકાલે સોલા સિવિલથી મોડી રાત્રે એસજીવીપી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આશરે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ સમાજવાદી પાર્ટીના નેતા શરદ યાદવે હાર્દિકની મુલાકાત લીધી હતી અને હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. જા કે હાર્દિકને મળવા આવતા પહેલા ટિ્વટ કરી શરદ યાદવે જણાવ્યું હતું કે આ યુવાન છોકરો દેશમાં આવી રહેલી આપત્તિઓ સામે લડી રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવું જરૂરી છે. આચાર્ય પ્રમોદ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ આમરણાંત ઉપવાસી હાર્દિકને મળવા માટે એસજીવીપી હોસ્પિટલ પહોંચ્યા હતા. હાર્દિકને મળીને આચાર્ય પ્રમોદ તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે સ્વામી અગ્નિવેશે તેની લડાઈને જુસ્સાથી લડવા માટે પ્રસંશા કરી હતી.
આ સાથે આજે સમાજવાદી પાર્ટીના નેતા અને સાંસદ ધર્મેન્દ્ર યાદવ, ડીએમકેના નેતા એ. રાજા અને ઇલિયાસ આઝમી, સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ, આચાર્ય પ્રમોદકૃષ્ણમ અને આમ આદમી પાર્ટીના એમએલએ કર્નલ દેવેન્દ્ર શેરાવત હાર્દિક પટેલની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે હાર્દિક પટેલ સાથે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત કરી હતી.
તો બીજી તરફ હાર્દિકે હોસ્પિટલમાં દાખલ થયા બાદ જણાવ્યું હતું કે તેના ઉપવાસ હજુ પણ ચાલુ છે. એસજીવીપી હોસ્પિટલમાં તેના એલએફટી, આરએફટી, પીબીસી, યુરિન, સોનોગ્રાફી, ઇસીજી અને ઇકો સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જા કે તેના તમામ રિપોર્ટસ નોર્મલ આવ્યા છે. જા કે હાર્દિકના આમરણ ઉપવાસ હજુ યથાવત હોવાનું રટણ તેણે કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY