વિરાટ પ્રતિમાની હોડઃ આપણા રાજકારણીઓ લોકોને સંસ્કારી બનાવી દેવા મચેલા છે

0
26

આપણે ત્યાં રાજકારણીઓ પાસે બહુ મોટું વિઝન નથી ને ઝાઝી અક્કલ પણ નથી. તેના કારણે એ લોકો મૌલિક કહેવાય એવું કશું વિચારી શકતા નથી ને અક્કલ વાપર્યા વિનાની નકલ કરી ખાય છે. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું નિર્માણ કરાયું તેના પગલે એવી જ નકલનો વાવર શરૂ થયો છે ને દેશભરમાં વિરાટ પ્રતિમાઓ ઊભી કરવાની હોડ શરૂ થઈ ગઈ છે. આ હોડમાં હવે કર્ણાટકે પણ ઝંપલાવ્યું છે ને કાવેરી માતાની પ્રતિમા ઊભી કરવાનું એલાન કરી નાખ્યું છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનો વિચાર વહેતો મૂકેલો. મોદી એ પછી દેશના વડા પ્રધાન બન્યા ને મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર આવી. દેવેન્દ્ર ફડણવીસની સરકારે તરત જ મોદીની નકલ કરીને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કરતાં પણ ઊંચી એટલે કે ૨૧૨ મીટર ઊંચી પ્રતિમા બનાવવાનું એલાન કરી નાખ્યું. ફડણવીસે તો તાબડતોબ ૨૦૧૬માં મોદીના હાથે તેનું ખાતમૂહુર્ત પણ કરાવી નાખ્યું. શિવ સ્મારકનું કામ હજુ શરૂ થયું નહોતું ત્યાં તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની પધરામણી થઈ. તેમણે મુખ્યમંત્રી તરીકેની પહેલી દિવાળી અયોધ્યામાં ઊજવી ને એ ટાણે અયોધ્યામાં ભગવાન રામની ૧૦૦ મીટર એટલે કે ૩૩૩ ફૂટ ઊંચી પ્રતિમા ઊભી કરવાનું એલાન કરી નાખ્યું. અયોધ્યામાં સરયૂ નદીના કિનારે આ પ્રતિમા બનશે ને તેની સાથે રામાયણ મ્યુઝિયમ પણ ઊભું કરાશે તેવી જાહેરાત યોગીજીએ કરી જ છે.
ગુજરાત, મહારાષ્ટ્ર ને ઉત્તર પ્રદેશની હરોળમાં હવે કર્ણાટક પણ આવ્યું છે. કુમારસ્વામીને પોતે લાડવો ખાવાનો રહી ગયો એવું લાગ્યું હશે એટલે તેમણે પણ ઝંપલાવી દીધું ને કર્ણાટકમાં ૧૨૫ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાનું એલાન કરી નાખ્યું. આ પ્રતિમા કાવેરી માતાની હશે ને કૃષ્ણરાજા સાગર સરોવરના કિનારે માંડ્યા જિલ્લામાં બનશે. અત્યારે ત્યાં તોતિંગ બંધ તો છે જ પણ આ પ્રતિમા બનાવવા માટે એક અલગ સરોવર બાજુમાં જ ઊભું કરાશે. કુમારસ્વામી સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે કાવેરી માતાની પ્રતિમાની સાથે એક મ્યુઝિયમ બનાવાશે. બાજુમાં ૩૬૦ ફૂટના બે ટાવર બનાવાશે. આ ટાવરની ટોચે કાચની કેબિન હશે ને તેમાં ઊભા રહીને કૃષ્ણરાજ સાગરનો અદ્ભુત નજારો જાઈ શકાશે. આ સિવાય એક બેન્ડ સ્ટેન્ડ, ઈન્ડોર સ્ટેડિયમ ને કર્ણાટકનાં ઐતિહાસિક સ્થળોની પ્રતિકૃતિ પણ ઊભી કરાશે. આ બધું બનાવવા પાછળ ૧૨૦૦ કરોડ રૂપિયાનું આંધણ કરાશે.
કાવેરી દક્ષિણ ભારતની સૌથી મોટી નદીઓમાં એક છે. ગોદાવરી દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે પણ ગોદાવરીનો મહિમા મહારાષ્ટ્રમાં વધારે છે. દક્ષિણ ભારતમાં વહેતી નદીઓમાં ભીમા પણ મોટી નદી છે પણ દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને કાવેરી એ બે નદીઓનો મહિમા વધારે છે કેમ કે આ નદીઓ દક્ષિણ ભારતની જીવાદોરી છે. કર્ણાટક, તમિલનાડુ ને આંધ્ર પ્રદેશ એ ત્રણેય મોટાં રાજ્યો આ નદીઓ પર નભે છે તેથી લોકો તેમને માતા તરીકે પૂજે છે. ઉત્તર ભારતમાં ગંગા નદીને ગંગા મૈયા જ કહેવાય છે. ગુજરાતમાં પણ નર્મદા નદીને મા નર્મદા જ કહેવામાં આવે છે. એ રીતે કર્ણાટકમાં કાવેરીનો દરજ્જો મોટો છે ને તેનું ભારે મહાતમ્ય છે. તેમાં કશું ખોટું પણ નથી ને વાસ્તવમાં તો અસલી ભારતીય સંસ્કૃતિ એ જ છે.
પૌરાણિક કાળમાં દેવી-દેવતાઓની પૂજા શરૂ ને મંદિરો બનવા માંડ્યાં એ પહેલાં વૈદિક કાળમાં આપણે ત્યાં કુદરતની જ પૂજા થતી. સૂર્ય, વરૂણ, અગ્નિ, પવન વગેરે આપણા દેવતા હતા ને નદી, ગાય વગેરે આપણી દેવીઓ હતી. આ દેવીઓને માતાનો દરજ્જો મળતો. આ દેવ-દેવીઓની પૂજા થતી કેમ કે તેમના કારણે આપણું અસ્તિત્વ હતું. એ પછી પૌરાણિક કથાઓ રચાતી ગઈ ને તેનાં પાત્રોની પૂજા શરૂ થઈ. એ બધાં દેવી-દેવતાઓ આપણા જીવનદાતા કરતાં પણ મોટાં થઈ ગયાં. હિદુત્વનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું. આ મુદ્દો આખો અલગ છે ને આપણે તેની ચર્ચા કરવી નથી પણ વાત એ જ છે કે કાવેરી કે બીજી કોઈ નદીનો મહિમા ગવાય એ યોગ્ય છે કેમ કે તેના કારણે તો આપણે ટકેલા છીએ. આ સંજાગોમાં કર્ણાટક કાવેરી માતાને પૂજે કે તેમનો મહિમા કરે તેની સામે કોઈને વાંધો ન હોય પણ તેને માટે મૂર્તિ બનાવવાની જરૂર શું એ સવાલ મહ¥વનો છે.
કર્ણાટકે પણ આ પ્રતિમા ઊભી કરવા માટે એ જ કારણ આપ્યું છે કે જે બીજાં રાજ્યોએ આપ્યું છે. મતલબ કે પ્રવાસનને ઉત્તેજન મળે એ માટે આ પ્રતિમા બનાવાશે. આ કારણ ખરેખર હાસ્યાસ્પદ છે ને વાસ્તવમાં આપણા શાસકોમાં વિઝન નથી ને આંધળી નકલ કરવાથી આગળ તેમની બુદ્ધિ નથી ચાલતી એ બતાવે છે.
નરેન્દ્ર મોદીએ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બનાવવાનો વિચાર વહેતો મૂક્્યો ત્યારે તેના પર ઘણાં લોકો તેના પર ઓળઘોળ થઈ ગયેલા. જા કે આ વિચાર પણ મૌલિક નહોતો ને નકલ જ હતી. અમેરિકામાં ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ છે તેની નકલ કરીને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બનાવવાનો વિચાર કોઈએ કાને નાખ્યો ને મોદીને તે ગમી ગયો તેથી તેમણે આ વિચારને અમલમાં મૂકી દીધો. મજાની વાત એ છે કે, સરદાર પટેલની પ્રતિમાનું નામ આપવામાં પણ નકલ કરાઈ ને ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’માં એક શબ્દ ફેરવીને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કરી દેવાયેલો.
જા કે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ હતો ને વિશ્ર્વમાં સૌથી ઊંચી પ્રતિમા તરીકે તેનું નિર્માણ થયું છે તેથી આ નકલને પણ ચલાવી લેવાય પણ હવે બીજી કેટલી આવી પ્રતિમાઓ ઊભી કરવાની ? ને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પગલે ઠેર ઠેર આવાં મોટાં પૂતળાં ઊભાં કરવાની હોડ ચાલે છે પણ લોકો કેટલાં પૂતળાં જાશે ?
મહારાષ્ટ્ર સરકારે ૩૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શિવ સ્મારક નામે છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ બનાવવાનું એલાન કર્યું છે. હિંદુપત પાદશાહીના સ્થાપક છત્રપતિ શિવાજીની આ પ્રતિમા મુંબઈમાં દરિયાની વચ્ચે બની રહી છે. મુંબઈમાં બહારથી પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવતા હોય છે અને શિવ સ્મારક દરિયાની વચ્ચે છે. લોકોને દરિયાનું એક આકર્ષણ હોય છે ને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી સુપરહિટ થઈ ગયું તેનું એક કારણ એ પણ છે કે એ દરિયાની વચ્ચે છે. સ્ટેચ્યૂ લગી પહોંચવા માટે દરિયામાં સફર કરવાનું આકર્ષણ લોકોને ખેંચી લાવે છે. આ સંજાગોમાં શિવ સ્મારકને લોકો પસંદ કરે પણ પછી ઠેર ઠેર આવી પ્રતિમાઓ જ ઊભી થયા કરે તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે શિવ સ્મારકની પણ કિંમત ના રહે.
પ્રવાસનના હેતુથી આ બધું કરાતું હોય તો પણ તેમાં શાણપણ નથી કેમ કે, આ બધા ઠેકાણે એક જ પ્રકારનાં કહેવાતાં આકર્ષણો ઊભાં કરાઈ રહ્યાં છે. એ જ મ્યુઝિયમ, એ જ આપણા ઐતિહાસિક વારસા કે પછી સાંસ્કૃતિક વારસાનાં પ્રતીકો વગેરે બધું ઊભું કરવાથી આગળ આપણા શાસકોની બુદ્ધિ જ ચાલતી નથી. લોકો એ બધું પણ કેટલું જુએ ? આ બધી વાતોનો વધારે પડતો ડોઝ પણ પછી ઊબકા કરાવે.
આપણે ત્યાં પ્રવાસનને ઉત્તેજન મળે એ જરૂરી છે ને આપણા શાસકોએ તેના માટે નવા વિચારો અમલી બનાવવા પડે. દુનિયાના બીજા દેશોમાં એવા અદ્ભુત વિચારો અમલી બનેલા છે જ ને એ બધું જાવા લોકો લાખોની સંખ્યામાં ઉમટે જ છે. ડિઝનિલેન્ડ સહિતના થીમ પાર્ક તેનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. તૂર્કીના ઈસ્તંબુલમાં ગ્રાન્ડ બજાર નામનું સ્થળ દુનિયાનું સૌથી હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. આ બજારમાં દર વર્ષે ૯ કરોડ કરતાં વધારે લોકો ઉમટે છે. ત્યાં દુનિયાભરની ક્લાસિક ને એન્ટિક ચીજા સાવ પાણીના ભાવે મળે છે. આ ચીજાના ભાવ નક્કી નથી હોતા. તમારામાં તાકાત હોય એટલું બાર્ગેઈન કરી શકો ને ભાવ નીચા લાવી શકો. લોકો તેની મજા લેવા જ આ બજારમાં આવે છે. એ જ રીતે મેક્સિકો સિટીમાં ધ ઝોકેલો નામનું સ્થળ છે. આ ગ્રાઉન્ડમાં મિલિટરી પરેડ પણ થાય ને મ્યુઝિક કોન્સર્ટ થાય ને બીજી પણ પ્રવૃત્તિઓ થાય. આ બધું જાવા દર વર્ષે સાડા આઠ કરોડ લોકો ત્યાં ઉમટે છે. ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્કવેરમાં ફ્લેશિંગ લાઈટ્‌સ, બ્રોડવે શો વગેરે જાવા પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. ન્યૂ યોર્કના પોશ વિસ્તાર મેનહટનના ૮૫૦ એકરમાં ફેલાયેલો સેન્ટ્રલ પાર્ક છે ને ત્યાં રોજ હજારો લોકો ખાલી ફરવા જ ઉમટે છે. લંડનનો હાઈડ પાર્ક પણ એવું જ સ્થળ છે. આ બધાં સ્થળે સરકારને દર વર્ષે કરોડોની આવક થાય છે ને હજારો લોકોને રોજી પણ મળે છે.
આપણા શાસકોએ આવા પ્રોજેક્ટ કરવા પડે. ૩૦૦૦ કરોડમાં પૂતળું બનાવવા કરતાં આવો પ્રોજેક્ટ વધારે સારો પડે. આપણા શાસકોએ સમજવું જાઈએ કે, લોકો ફરવા જાય ત્યારે મજા કરવા જતા હોય છે તેથી તેમને મજા પડે એવું બધું ઊભું કરવું પડે. તેના બદલે આપણા રાજકારણીઓ લોકોને સંસ્કારી બનાવી દેવા મચેલા છે.(જી.એન.એસ)

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY