ભાજપ સરકારનો અહંકાર પાટીદારોને અનામત આપતા રોકે છેઃ હાર્દિક પટેલ

0
8

ભાજપ સરકારે પાટીદાર આંદોલન ચલાવતા કાર્યકરોને હેરાન કરવામાં કોઇ કસર છોડી નહીં
અમદાવાદ,તા.૧૮
મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓ માટે ૧૬% અનામતની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત અપાવવાની માંગ વધુ પ્રબળ બની રહી છે. આ મામલે પાસના નેતા હાર્દિક પટેલ હવે વધુ સક્રિય બન્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી સતત નિવેદનો આપી રહ્યો છે. જેને પગલે હાર્દિકે આજે પણ તેના એફબી એકાઉન્ટ પર આ અંગે એક પોસ્ટ મુકી હતી. આ પોસ્ટમાં હાર્દિકે લખ્યું કે, ભાજપ સરકારનો અહંકાર પાટીદારોને અનામત આપતા રોકે છે. પાટીદાર સમાજના યુવાનોને સારી નોકરી મળે, સારું શિક્ષણ મળે તે માટે થઈને અનામતની લડાઇ છે, પરંતુ ભાજપની સરકારે અહંકારમાં સમાજના યુવાનોને સમર્થન આપવાની જગ્યાએ યુવાનો પર અત્યાચાર કરવા સિવાય કંઈ કર્યું નથી.
હાર્દિક પટેલે આગળ લખ્યું કે, મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ રીતે રીતે અનામત મળી ગઇ. ગુજરાતમાં પાટીદાર સમાજે લોકશાહી માર્ગે પોતાના અધિકાર માટે આંદોલન કર્યું, પણ આ આંદોલનથી સરકારનો અહમ ઘવાયો. અહંકારી ભાજપ સરકારે પાટીદાર આંદોલન ચલાવતા નેતાઓ, આગેવાનો અને કાર્યકરોને હેરાન-પરેશાન કરવામાં કોઇ કસર છોડી નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY