સુરત,તા.૧૮
કોંગ્રેસ ઉપર વંશવાદના ભાજપ દ્વારા થઈ રહેલા આક્ષેપોના બળતા વિવાદમાં ઘી હોમતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પણ વંશવાદ તોડી મુસ્લિમને વડા બનાવવાનો પડકાર ફેંક્્યો હતો. શહેરમાં પત્રકાર પરિષદ સંબોધતા વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ગાંધી પરિવારની વાતો થતી હોય ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અને સંઘના નાગપુર ખાતેના રેશમબાગમાં વડા તરીકે ભાગવતને બદલે મુસ્લિમને વડા બનાવવાની વાત છેડી હતી. સંઘમાં લઘુમતી શાખા છે જ ત્યારે અંદરથી શા માટે મુસ્લિમ સભ્યને વડા બનાવાતા નથી એવો પ્રશ્ન કરી તેમણે નવા વિવાદનો મધપૂડો છંછેડયો હતો.
આ સાથે જ આવનારી લોકસભા ચૂંટણી પૂર્વે શરદ પવારના એન.સી.પી.માં જાડાવા કે, ચૂંટણી લડવા સંદર્ભે વાઘેલાએ જણાવ્યું હતું કે, તેમણે કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ તેઓ એન્ટિ-ભાજપ રહેશે અને તેના માટે કોંગ્રેસ સહિત કોઈની પણ સાથે છે. વાઘેલાએ હાલમાં વિવિધ રાજયોની વિધાનસભા અને ત્યાર બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એન.ડી.એ.નો રકાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, ચૂંટણી બાદ બધા વિપક્ષો એક થઈ જશે અને જે ચૂંટાશે તે બધા જ એન્ટિ-બીજેપીના હશે એ વાત નક્કી છે.
હાલના સમયમાં રાજયમાં ખેડૂતોની આત્મહત્યાના વધી રહેલા બનાવો સામે લાલબત્તી ધરતા તેમણે કહ્યું કે, ખેડૂતોનો ભડકો સરકારને ભારે પડશે. સરકારે ટેકાના ભાવની લોલીપોપ આપી હોવાનું જણાવતા તેમણે સરકારની એમ.એસ.પી. માટે કોઈ સ્પષ્ટ નીતિ નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



