પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર સોમ અને મંગળવારે તેજ પવન ફૂંકાશે

0
6

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે તેજ પવન પતંગને પારી આપશે : હવામાન વિભાગે કરેલી આગાહી
સુરત, તા. ૧૨
ઉત્તરાયણ પર્વ માટે પતંગરસિયાઓ અગાઉથી જ તૈયારીઓમાં જોતરાઈ જતા હોય છે આ વર્ષે પતંગરસિયાઓને પવન યારી આપશે. આગામી બે-ત્રણ દિવસ સુધી શહેરમાં કલાકના ૬થી ૧૦ કિલોમીટરની ઝડપે પૂર્વ દિશાથીપ વન ફૂંકાશે.
ઉત્સવઘેલા સુરતીઓ ઉત્તરાયણ પર્વ પર બે દિવસ સુધી ધાબા પર જ તહેવારની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે ઉત્તરાયણ સોમવારે આવી હોવાથી સુરતીઓ રવિવાર, સોમવાર અને મંગળવારે વાસી ઉત્તરાયણ ઉજવશે. પતંગરસિકો અગાઉથી જ પતંગ અને માંઝાની વ્યવસ્થા કરી લેતા હોય છે, પરંતુ ઉત્તરાયણના દિવસે આકાશમાં પવનના અભાવે પતંગ ન ચગતા નિરાશ થાય છે સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજથી આગામી ત્રણ દિવસ સુધી શહેરમાં સારો પવન રહેશે. પૂર્વ દિશાથી કલાકના ૬થી ૧૦ કિલોમીટરની ઝડપે પવન રહેવાની આગાહીના લીધે પતંગરસિકો આખો દિવસ પતંગ ઉડાડવાની મજા માણી શકશે. પતંગ રસિકો માટે હવામાન વિભાગ દ્વારા આનંદદાયક શક્યતા વ્યકત કરતા પતંગરસિકોનો ઉત્સાહ બેવડાવ્યો છે. આવતીકાલે રવિવારની રજાના દિવસે જ પતંગ પ્રેમીઓ ઉત્તરાયણી એડવાન્સ ઉજવણી શરૂ કરી દેશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY