હાર્દિક પટેલ અને સમર્થકોની અટકાયત : પાટીદારો નારાજ

0
22

અમદાવાદ, તા.૧૯
આગામી તા.૨૫મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટેની તંત્ર દ્વારા મંજૂરી નહી મળતાં પાટીદાર યુવા નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા પોલીસની અધિકૃત મંજૂરી વિના જ આજે શહેરના નિકોલ વિસ્તારમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું પરંતુ પ્રતિક ઉપવાસ પહેલાં જ પોલીસે નિકોલ જવા નીકળેલા હાર્દિક પટેલ અને તેના સંખ્યાબંધ સમર્થકોની અટકાયત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એટલું જ નહી, પોલીસ સાથે ઘર્ષણ અને શાબ્દિક ટપાટપી બાદ ક્રાઇમબ્રાંચે હાર્દિક પટેલ સહિત કુલ નવ જણાં સામે પોલીસની ફરજમાં રૂકાવટ અને પોલીસ સાથે ગેરવર્તણૂંકનો ગુનો દાખલ કર્યો હતો. જેને પગલે સમગ્ર પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ક્રાઇમબ્રાંચ દ્વારા જે પાટીદાર આગેવાનો સામે ગુનો દાખલ કરાયો છે , તેમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ, મનોજ પાનારા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ અને જતીન સિરોયાનો સમાવેશ થાય છે. આ તમામ આગેવાનો સહિત ૪૦ પાટીદાર યુવકોની અટકાયત બાદ પાટીદાર સમાજના યુવકો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં ક્રાઇમબ્રાંચની બહાર એકત્ર થઇ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયુ હતું. પોલીસની ભૂમિકાથી નારાજ પાટીદાર સમાજના લોકોએ હાર્દિકના સમર્થનમાં અને પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર પોકારી વાતાવરણ ગજવી મૂકયું હતું. પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના જારદાર નારાઓ પણ લગાવ્યા હતા. આજના પ્રતિક ઉપવાસ માટે નિકોલ જવા નીકળતા હાર્દિક પટેલને પોલીસે હાથ ખેંચી બહાર કાઢતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY