દિવસભર ભારે ઉથલપાથલ બાદ કારોબારના છેલ્લા કલાકમાં માર્કેટમાં જબરજસ્ત રિકવરી જાવા મળી હતી. સવારે ઘટાડા સાથે ખુલેલા માર્કેટમાં છેલ્લા કલાકમાં ૨૯૯ પોઈન્ટનો વધારો જાવા મળ્યો હતો. સોમવારે શેર બજારની શરૂઆત વધારા સાથે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૧ શેરોવાળા સૂચકાંકમાં ૨૯૯ પોઈન્ટ એટલેકે ૮૩%ની તેજી સાથે ૩૬,૫૨૬.૧૪ પર બંધ થયું હતુ. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શેરોવાળી નીફ્ટીમાં ૭૭.૮૫ પોઈન્ટ એટલેકે ૦.૭૧% ટકા તેજી સાથે ૧૧,૦૦૮.૩૦ પર બંધ રહી છે.
આ પહેલા સોમવારે શેરબજારમાં કારોબારની શરૂઆતમાં ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સમાં લગભગ ૮૯.૯૭ પોઈન્ટના કડાકા સાથે ૩૬૧૩૭ના સ્તરે તો નિફ્ટીમાં ૫૧.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૮૭૮.૬૫ અંક પર ખુલ્યો હતો. શરૂઆતના કારાબારમાં આઈટી સેક્ટરમાં તેજી જાવા મળી હતી જેમાં ઇન્ફોસીસ, ટીસીએસના શેરોનો સમાવેશ થતો હતો.
નિફ્ટી ૧૧,૦૦૦ને પાર ક્લોજીંગ આપવામાં સફળ રહી હતી. નિફ્ટીએ ૦.૭૧ ટકાની તેજી સાથે ૧૧,૦૦૮.૩૦ પર બંધ રહી હતી. ઈન્ડેક્સમાં ૩૪ શેરોમાં લીલા નીશાન પર બંધ રહ્યો હતો તો ૧૬ શેરો લાલ નીશાન પર બંધ રહ્યા હતા.
બેન્કીગ કાઉન્ટર પર ખરીદારી જાવા મળી હતી. સેન્સેક્સમાં આવેલી તેજીના કારણે બેન્કીંગ શેરોમાં ખરીદારી જાવા મળી હતી. એસએન્ડપી બેકેન્સમાં લગભગ ૧ ટકાની તેજી સાથે ૨૮,૨૫૮ પર બંધ રહ્યો હતો. બેન્કીંગ સીવાય ફાઈનાન્સ ઈન્ડેક્સમાં પમ ખરીદારી જાવા મળી હતી. બીએસઈના ફાઈનાન્સ ઈન્ડેક્સમાં દોઢ ટકાનો વધારો નોંધાતા ૫૫૪૦ પર બંધ રહ્યો હતો.
સપ્ટેમ્બરમાં ભારતનો નિક્કાઈ મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ ઓગસ્ટના ૫૧.૭ની સરખામણીમાં વધીને ૫૨.૨ થયો હતો. દેશ વિદેશમાં વેચાણમાં વૃદ્ધિથી મેન્યુફેક્ચરિંગ માં સુધારો જાવાયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




