અમદાવાદ,તા.૧૯
આગામી સરદાર જયંતિ એટલે કે ૩૧ ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રમિતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાપર્ણ કરવાના છે. જેના માટે તેઓ સી-પ્લેનમાં આવીને નર્મદા ડેમ વિસ્તારના તળાવ નં-૩માં ઉતરાણ કરવાનું આયોજન કર્યું હતું. જાકે ત્યાર બાદ નર્મદા ડેમ સાઈટ પર તળાવ નંબર-ત્રણમાં વધુ પડતા મગર હોવાને કારણે સી-પ્લેનની સવારી રદ કરવામાં આવી છે. આ અંગે આજે પાસ કન્વીનર હાર્દિક પટેલે પીએમના સી-પ્લેન ઉતરાણ પર કટાક્ષ કરતા ટિવટ કરીને કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીજી ગુજરાતના નર્મદા કિનારે સી-પ્લેન ઉતારવાના હતા. પરંતુ નદીમાં મગરમચ્છ હોવાને કારણે હવે સી-પ્લેનથી ઉતરશે નહીં. મને હાલ જ યાદ આવ્યું કે, બાળપણમાં સાહેબ મગરમચ્છ સાથે લડી લેતા હતાં, એવું મીડિયાએ કહ્યું હતું. હવે તો બાળ નરેન્દ્ર પણ મોટા થઇ ગયા છે. તો પછી મગરમચ્છથી ડર કેમ?
માત્ર એટલું જ નહીં, હાર્દિક પટેલે આજથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં એકતા યાત્રાનો પણ વિરોધ કર્યો છે. રાજકોટમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, એકતા યાત્રામા રથની અંદર કોઈ ભાજપના નેતાનો ફોટો હશે તો તેનો વિરોધ કરવામાં આવશે.તેણે ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવાની ચીમકી આપી હતી. હાર્દિકે કહ્યું હતું કે સરદાર સાહેબ ખેડૂતોની ચિંતા કરતા હતા. તેણે એકતા યાત્રા રથમાં ખેડૂતોના ફોટા મુકવા માંગ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





