વિદેશમાં નોકરી આપવાનું કહી પૈસા ખંખેરતો આરોપી ઝડપાયો

0
182

રાજકોટ,તા.૧૯
વિદેશમાં નોકરી આપવાના બહાને રાજકોટમાં યુવાનો સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. યુવાનોને વિદેશમાં નોકરી આપવાનું કહીને તેમની પાસેથી રૂપિયા ખંખેરી લેનાર આરોપીને આખરે પોલીસે ઝડપી લીધો છે.
આ શખ્સે માત્ર ગુજરાત જ નહીં પરંતુ પંજાબ સહિતના રાજ્યોના યુવાનો સાથે પણ છેતરપિંડી આચરી છે. આ મામલે રાજકોટ ક્રાઈમબ્રાંચે અમદાવાદથી આરોપીને દબોચી લીધો છે. તો આરોપીએ અત્યાર સુધી ૧૦૦થી વધુ યુવાનો સાથે છેતરપિંડી કરી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
આ ઘટના મામલે મળતી માહિતી અનુસાર,વિદેશમાં નોકરી આપવાના બહાને એક શખ્સે રાજકોટના યુવાનો પાસેથી પૈસા લીધા હતા. જા કે, ત્યારબાદ તેને નોકરી નહીં મળતા તેની સાથે ઠગાઇ થઇ હોવાનું માલૂમ પડતા તેણે નજકના પોલીસ મથકે જાણ કરી હતી.
જા કે, રાજકોટ ક્રાઈમબ્રાંચે આ મામલે ગુનો નોંધીને આરોપીની અમદાવાદથી દબોચી લીધો હતો. આ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પંજાબ સહિત અનેક રાજ્યોમાં પણ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY