ન્યુ દિલ્હી,તા.૮
રાજ્યસભામાં ઉપાધ્યક્ષ માટે ૯ ઓગસ્ટના યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ એનડીએની સીધી જંગ જાવા મળે છે. કોંગ્રેસે બુધવારે બી કે હિરપ્રસાદને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે એનડીએ તરફથી જેડીયુના નેતા હરિવંશ ઉપાધ્યક્ષ પદના ઉમેદવાર છે. આંકડાઓનું ગણિત જાતા હાલ ભાજપના નેતૃત્વુ હેઠળ એનડીએ બહુમત મળે તેવી અપેક્ષા છે. અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે યુપીએ એનસીપીના વંદના ચવ્હાણને ઉમેદવાર જાહેર કરી શકે છે પરંતુ, અંતિમ ક્ષણે હરિપ્રસાદને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
વરિષ્ઠ કોંગ્રેસી નેતા આનંદ શર્માએ બી કે હરિપ્રસાદને પક્ષના ઉમેદવાર જાહેર કર્યા છે. પોતાની ઉમેદવારીની જારાત બાદ હરિપ્રસાદે જણાવ્યું કે પક્ષે કંઈક સમજી- વિચારીને જ તેમનું નામ પદ માટે આગળ રાખ્યું હશે. તેમણે જણાવ્યું કે ‘અમે તમામ વિપક્ષ સાથે વાત કરીને આગળની રણનીતિ મુદ્દે ચર્ચા કરીશું.’
એનડીએના ઉપાધ્યક્ષ પદના ઉમેદવાર અને જેડીયુના નેતા હરિવંશે રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદ માટે બુધવારે ફોર્મ ભર્યું હતું. તેમનું ફોર્મ ભરતી વખતે એનડીએ એકસાથે જાવા મળ્યું હતું. શિવસેનાના નેતા પણ આ સમયે હાજર રહ્યા હતા.
જા રાજ્યસભામાં નંબરની વાત કરીએ તો આ કેસમાં એનડીએને સંખ્યાબળ મળતું દેખાઇ રહ્યું છે. રાજ્યસભામાં ભાજપનો સ્કોર ૧૧૬ સુધી પહોંચ્યો છે. બીજેડીના સાંસદોના સમર્થન બાદ આ આંકડો ૧૨૩ થશે. ભાજપના મેનેજરોનો પ્રયાસ ૧૨૫-૧૨૮ મત પ્રાપ્ત કરવાનું કહ્યું છે. બીજેડીના સમર્થન વગર ભાજપ યુપીએ કરતાં પાછળ જ રહેશે. બીજુ જનતા દળ આ નિર્ણયમાં અગત્યનું ફેકટર હશે. કહેવાઇ રહ્યું છે કે બીજેડી પ્રમુખ અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અનૌપચારિક વાતચીતમાં એનસીપી નેતા શરદ પવારને કહ્યું છે કે યુપીએ સમર્થનને લઇ તેની પાર્ટીથી કોઇ વાત કહી નથી, આથી તેમણે નીતીશ કુમારના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જા એઆઇએડીએમકે (૧૩), બીજેડી (નવ), ટીઆરએસ (૬), અને વાઇએસઆર કાંગ્રેસ (૨)નું સમર્થન એનડીએને મળી જાય છે તો તેની પાસે ૧૨૬ મત થઇ જશે. ગૃહમાં ભાજપના ૭૩ અને કાંગ્રેસના ૫૦ સભ્ય છે. ભાજપના સહયોગી જેડીયુ, શિવસેના અને અકાલી દળના ક્રમશઃ છ અને ત્રણ-ત્રણ સભ્ય છે.
આપને જણાવી દઇએ કે યુપીએની પાસે ૧૧૮ વોટ છે. તમામ પાર્ટીઓએ કાંગ્રેસને એનડીએ ઉમેદવારની વિરોધમાં પોતાનો ઉમેદવાર ઉભો કરવાનું કહ્યું હતું, કારણ કે કોઇપણ ક્ષેત્રીય પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા કરવા માંગતી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




