સમગ્ર દુનિયામાં હથિયારો પર ખર્ચ વધવાની બાબત ગંભીર ચિંતાનો વિષય છે.
મોટા હથિયારોના મામલે નજર રાખનાર સ્વીડનની સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક સ્તર પર સંરક્ષણ ખર્ચ વર્ષ ૨૦૧૮માં વધીને ૧૭૩૯ કરોડ સુધી પહોંચી જતા આની ચર્ચા જાવા મળી રહી છે.
કુલ સંરક્ષણ ખર્ચના ૬૦ ટકા ખર્ચની રકમ તો માત્ર પાંચ દેશો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ભારત પણ સામેલ છે. વૈશ્વિક સ્થતી ઝડપથી બદલાઇ રહી છે ત્યારે વિશ્વના દેશો સ્પર્ધા વચ્ચે હથિયારો અને અન્ય જરૂરી સાધન સામગ્રીની ખરીદીને મહત્વ આપી રહ્યા છે. હથિયારોના ઢગના દેશમાં અમેરિકા, ચીન, સાઉદી અરેબિયા રશિયા અને ભારત સામેલ છે. આખરે ડિફન્સ પર આટલી જંગી રકમ કેમ ખર્ચ કરવામાં આવી રહી છે તે પ્રશ્ન તમામ લોકોને સતાવી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે શુ દુનિયાના દેશોમાં એકબીજા પ્રત્યે ખૌફમાં વધારો એકાએક થઇ ગયો છે.
વાસ્તવિકતા એ છે કે શીત યુદ્ધ બાદ ઘેરાબંધી ખતમ થઇ ગયા બાદ એક તરફી શક્ત માળખામાં હવે ફેરફાર થવાની શરૂઆત થઇ ચુકી છે. ચીન અને રશિયા પારસ્પરિક સમજદારીથી એક સંતુલન શક્ત તરીકે ઉભરી રહેલા દેશ છે. બન્ને દેશો વિશ્વના મોરચા પર પોતાની ભૂમિકા વધારી દેવા માટે મક્કમ બની રહ્યા છે. જા કે રશિયા અને ચીન દ્વારા જે રણનિતી અપનાવવામાં આવી રહી છે તેના કારણે અમેરિકા બિલકુલ ખુશ નથી. આ બન્ને જુથો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા મુદ્દાને લઇને ખેંચતાણ વધી રહી છે. સાથે સાથે દુનિયાના દેશોમાં જાતિ, સમુદાય અને અન્ય મુદ્દા પર ખેંચતાણ સતત વધી રહી છે. જેમ ઇસ્લામી વિશ્વમાં સિયા અને સુન્ની સમુદાયની લડાઇનાકારણે કેટલાક દેશો દુવિધાભરી સ્થતીમાં આવી ગયા છે.
સાઉદી અરેબિયા જેવા ઓચી વસ્તીવાળા દેશ દ્વારા પોતાના ત્યાં જંગી હથિયારોનો ખડકલો કરવાની બાબતને ગંભીરતાથી લઇને શકાય છે. તે કોઇ કારણવગર હથિયારો એકત્રિત કરી રહ્યુ નથી. સાઉદી અરેબિયા પણ સુન્ની દેશ ઇરાનની ઘેરાબંધીના કારણે ચિંતાતુર છે. જેથી તેના દ્વારા મોટા પાયે હથિયારોનો ખડકળો કરવામાં આવી રહ્યો છે. આઇએસ જેવા નોન સ્ટેટ એકટર્સનો ખતરો પહેલાથી જ રહેલો છે. જેથી હથિયારોની મોટા પાયે ખરીદી કરવામાં આવી રહી છે. વિશ્વના દેશો હથિયાર મેળવી રહ્યા છે. વિશ્વના અનેક દેશોમાં રહેલા નિષ્ણાંતો તો કહે છે કે આ પ્રકારની સ્થતી હથિયાર ઉત્પાદન કરનાર દેશો દ્વારા ઉભી કરવામાં આવી છે.
સંરક્ષણ સંબંધી સોદાબાજી માટે આ દેશો જારદાર લોબી ચલાવે છે. સાથે સાથે જુદા જુદા શક્તશાળી દેશો વચ્ચે દુશ્મનાવટના બિયા પણ રોપવાના કામ કરે છે. હકીકતમાં હથિયારોના કારોબાર હવે સરકારના હાથમાંથી નિકળીને મોટા મોટા કોર્પોરેટ હાઉસના હાથમાં આવી ગયો છે. જેનો એકમાત્ર હેતુ પોતાના બેલેન્સશીટ ચમાચમ રાખવાનો હોય છે. સાથે સાથે નફો મેળવી લેવાનો પણ છે. હથિયારોના વેચાણને વધારી દેવા માટે જુદી જુદી કંપનીઓ કોઇ પણ હદ સુધી પહોચી જાય છે.
હાલમાં દુનિયાભરમાં જારી શાંતિ અભિયાનના પરિણામસ્વરૂપે હથિયારને લઇને લોબી ચાલે છે. હજુ સુધી ચાલતા શાંતિ અભિયાનના કારણે હથિયાર લોબી ગુપ્તરીતે કામ કરે છે. આ અભિયાનના કારણે અમેરિકા અને રશિયાને પરમાણુ નિશ†ીકરણ સમજુતી કરવાની ફરજ પડી હતી. આજે આવા પ્રયાસ કોઇ જગ્યાએ નજરે પડતા નથી. સંરક્ષણ પર જેટલી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે તેટલી રકમથી ગરીબી દુર થઇ શકે છે. કરોડો બાળકો અભ્યાસ કરી શકે છે. લોકો સ્વસ્થ રહી શકે છે. દુનિયાભરના દેશો સામાજિક સાંસ્ક-તિક સંગઠન શાંતિ માટે એકત્રિત થાય તે જરૂરી છે. સાથે સાથે દુનિયાભરની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સરકારો પર સંરક્ષણ ખર્ચને ઘટાડી દેવા દબાણ લાવે તે જરૂરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




