હિંદુ સમુદાયની કંપની પાસે માફીનામાની માગ
હવાઇ,તા.૩૧
અમેરિકાના રાજ્ય હવાઈની કંપનીએ બૂટ પર ભગવાન ગણેશના ફોટો પ્રિન્ટ કર્યા છે. કંપનીના આ વર્તનથી અમેરિકામાં વસતા હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હિંદુ સમુદાયે કંપનીને અપીલ કરી છે કે તે તેમની માફી માગે અને સાથે જ આ બૂટને બજારમાંથી પાછા લઈ લે.
હિંદુ સમુદાયનુ કહેવુ છે કે કંપનીનુ આ પગલુ ખોટુ છે અને આને યોગ્ય સાબિત કરી જ ના શકાય. આ કંપનીનુ નામ માયુઈ વોક છે અને હિંદુ સમુદાયે કંપનીને કડક આદેશ આપ્યો છે કે જલ્દી જ આ જૂતાને પાછા લઈ લે.
હિંદુ રાજનેતા રાજન જેદ તરફથી નિવેદન જારી કરવામાં આવ્યુ છે કે હિંદુ ધર્મમાં શ્રી ગણેશ સર્વ પ્રથમ દેવ છે. ભગવાન ગણેશને ઘર અને મંદિરમાં પૂજવામાં આવે છે એવામાં બૂટ પર તેમની ફોટો પ્રિન્ટ યોગ્ય ના કહેવાય. હિંદુ દેવી-દેવતાઓનો ખોટો પ્રયોગ, તેમનો કોઈ કમર્શિયલ એજન્ડા અનુસાર પ્રયોગ કરવો અથવા કોઈ નિશાન તરીકે આનો પ્રયોગ અયોગ્ય છે જે આના અનુયાયીઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે.
જેદ, યુનિવર્સલ સોસાયટી આૅફ હિંદુઈઝ્મના પ્રેસિડેન્ટ છે. તેમણે કંપની પાસે ઔપચારિક માફીનામાની માગ કરી છે. તેમણે બૂટોના બજાર, વેબસાઈટ અને સ્ટોર્સ પરથી પાછા લેવાની પણ અપીલ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





