પાક.એરલાઈન્સે સાત પાયલટ સહિત ૫૦થી વધુ કર્મચારીઓના કરાર રદ્દ કર્યા

0
6

દરેક બોગસ ડિગ્રી રાખવા પર દોષિત થયા
ઇસ્લામાબાદ,તા.૩૧
પાકિસ્તાનની નેશનલ વિમાન કંપનીએ સાત પાયલટ સહિત ૫૦થી વધારે કર્મચારીઓના કરાર રદ્દ કરવામાં આવ્યા છે. આ દરેક બોગસ ડિગ્રી રાખવા પર દોષિત થયા છે. બોગસ ડીગ્રી અને સર્ટિફિકેટ સાથે પાયલટ અને કેબિન સભ્યો વિરુદ્ધ પાકિસ્તાનની કોર્ટેની કાર્યવાહીને ધ્યાનમાં રાખી આ નિર્દેશ કર્યો છે.
પાકિસ્તાનની નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓમાં તેમની ડિગ્રી બોગસ જાહેર થઇ છે.
PIA પ્રવક્તાએ કહ્યું કે, બોગસ ડિગ્રી રાખનારા દરેક કર્મચારીઓના મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે CAA દ્વારા જણાવવામાં આવ્યું કે, PIAના ૪૦૦ અન્ય કર્મચારીઓની ડિગ્રીની તપાસ પણ ચાલી રહી છે.
બોગસ ડિગ્રી ધરાવતા આ પાયલટના લાઇસન્સ રદ્દ કરવાના આદેશ દેવામાં આવ્યા છે અને ક્રૂ મેમ્બરોના લાઇસન્સ પણ રદ્દ કરવાના આદેશ આપ્યા છે જેણે પોતાની ડિગ્રી અને સર્ટિફિકેટ જમા કરાવ્યા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY