અમદાવાદ,તા.૯
PNDT (પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ) ઍકટ એટલે કે ગર્ભધારણ પૂર્વે અને જન્મ પૂર્વેના નિદાનની કાર્યપદ્ધતિના કાયદા બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્તવ પૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટના ચુકાદા મુજબ, સોનોગ્રાફી મશીન રાખવા અને ચલાવવા માગતા રાજ્યના તમામ ગાયનેકોલજિસ્ટે (સ્ત્રીરોગ ચિકિત્સક) તાલીમ લઇ પરીક્ષા આપવી પડશે.
પીએનડીટી એક્ટ-૧૯૯૪ હેઠળની મુખ્ય જાગવાઈ અન્વયે બાળકનાં જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ નિયત કરવામાં આવ્યા છે. જે અન્વયે જે તે જિલ્લાની ઓથોરિટી પાસે નોંધણી કરાવી નિયમોનું પાલન કરવાનું રહે છે. ગર્ભનું જાતીય પરીક્ષણ થઈ શકે તેવાં તમામ સાધન ધરાવતી સંસ્થાએ આ એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ ઉપરાંત તમામ સાધનોનું ખરીદ – વેચાણ, રીપેરિંગ કરનારે દર ૩ માસે આ અંગેનો રિપોર્ટ કરવાનો હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર ક્લિનિકમાં દર્દીઓ અને તેના સગા સંબંધીઓ વાંચી શકે તેમ લગાડવું. સગર્ભા સ્ત્રીનું માહિતીનું રજિસ્ટર તથા તેમાં દર્દીનાં નામ, સરનામાં, ટેલિફોન નંબર ખાસ લખવા જરૂરી છે. જાતીય પરીક્ષણ કરનાર કે કરવા પ્રોત્સાહિત કરનારને રૂ.૫૦,૦૦૦ સુધીનો દંડ તથા પાંચ વર્ષની કેદ થઈ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



