પાંડેસરામાં મ્યુનિ. શોપિંગ સેન્ટરમાં માર્જીનમાં બનેલી દુકાનોનું ડીમોલીશન

0
6

મનાઈ હુકમ માટે કોર્ટમાં કરેલો દાવો નકારી દેવાયો
સુરત, તા.૪
સાઉથ ઝોન ઉધનાના એડી. સીટી ઈજનેર (સી) તથા ઝોનલ ચીફ તથા કાર્યપાલક ઈજનેર (ઉ.)ની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાઉથ ઝોન (ઉધના)માં સમાવિષ્ટ પાંડેસરા, સી.ઓ.પી. ૧૭, દુકાન નં.૧, ૨, રાધેજી વિઝન, મ્યુ. શોપિંગ સેન્ટર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરા સુરત ખાતે આવેલ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાન નં.૧,૨,ના માલિક દ્વારા માર્જીનની જગ્યા કવર્ડ કરી વધારાનું બાંધકામ કરી દુકાન કરી દેતા દુકાનધારકોને નોટીસ પાઠવી વધારાનું બાંધકામ દૂર કરવા જણાવતા દુકાનદાર દ્વારા એડી. સીની સિવિલ જજ સાહેબની કોર્ટમાં રે.દિ.મુ.નં.૪૦૧/૨૦૧૬ થી સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ દાવો દાખલ કરવામાં આવેલ જે દાવો નામ કોર્ટ દ્વારા ડીસમીસ કરવામાં આવેલ હતો. ત્યારબાદ ફરીથી મિલ્કતદાર દ્વારા મે.સુરતના િ­ન્સીપલ સીની. સીવીલ જજ સાહેબની કોર્ટમાં સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ દાવો દાખલ કરવામાં આવેલ જે અન્વયે સદર દાવામાં કોર્ટ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવેલ ન હોય તા.૨-૧-૨૦૧૯ થી સદર મિલકતમાં કરવામાં આવેલ વધારાનું બાંધકામ દૂર કરવા જતા મિલ્કતદારો તથા તેઓના હિત ધરાવનારાઓ દ્વારા ડીમોલીશનની કામગીરીનો વિરોધ કરવામાં આવતા સ્થળ પર પોલીસ બોલાવી પોલીસની હાજરીમાં માર્જીનમાં કરેલ આશરે ૪૦૦ ચો.ફૂટ માપ વિસ્તારમાં કરવામાં આવેલ વધારાનું આર.સી.સી. તથા ચણતરની દિવાલો સહિતનું બાંધકામ તોડી પડાયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY