પરિવારે આશા છોડી પણ સિવિલનાં તબીબોની મહેનતથી પેરાલિસીસનો દર્દી ચાલતો થયો

0
72

સોનગઢના પ્રૌઢ અઢી માસ અગાઉ મગજના સ્ટ્રોકથી શરીરનો એક ભાગે પેરાલીસીસ થઇ ગયા બાદ કોમામાં સરી પડયા હતા. નવી સિવિલમાં મગજના ઓપરેશન બાદ દોઢ માસ વેન્ટીલેટર પર રહ્યા બાદ હલનચલન કરતા થઇ ગયા છે. પરિવારે છોડી દીધેલી આશા ફરી જીવંત થઇ છે. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સોનગઢમાં સાતકાસી ખાતે રહેતા ૫૭ વર્ષીય દિવાનજીભાઇ સોનીયાભાઇ વસાવા (ઉ.વ. ૫૭) અઢી માસ અગાઉ ઘરે અચાનક બેભાન થઇ જતાં પ્રથમ સોનગઢ બાદ નવસારી અને ત્યાંથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓ કોમામાં સરી પડયા હતા. જેથી નવી સિવિલના ન્યુરોસર્જન ડો. મેહુલ મોદી અને ટીમે તેમનું મગજનું ઓપરેશન કર્યા બાદ હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર ચાલુ રખાઇ હતી. દોઢ-બે માસથી આવી સ્થિતિને કારણે પરિવારે તેમની આશા છોડી દીધી પણ તબીબોએ સારવાર ચાલુ રાખી વેન્ટીલેટર દુર કર્યું હતું અને જે ભાગમાં પેરાલીસીસ થયો હતો ત્યાં પણ ધીરે ધીરે હલનચલન થયું હતું. બાદમાં હાથ-પગમાં મુવમેન્ટ શરૂ થઇ અને હવે તે ખુરશી પર બેસતા પણ થઇ ગયા. ૧૫ દિવસ અગાઉ તેમને ડિસ્ચાર્જ અપાયો, જો કે તાવ આવતા તેમને પાંચ દિવસ પહેલા ફરી સિવિલમાં લવાયા હતા. નવી સિવિલના ન્યુરોસર્જને જણાવ્યું કે, મગજમાં પાણી ભરાવાથી સ્ટ્રોક આવ્યો હતો અને પેરાલીસીસ થઇ ગયો હતો. મગજના એક ભાગમાં લોહી ફરતું બંધ થતાં સર્જરી કરાઇ હતી. હવે ટુંક સમયમાં હરતા-ફરતા થઇ જશે. પ્રૌઢના પરિવારના સભ્યોએ કહ્યું કે, સિવિલના ડોકટરો અમારા માટે ખરેખર ભગવાન બન્યા છે. લકવો થયાના સાડા ચાર કલાકમાં સારવારથી રિકવરી ઝડપી થાય મેડિસીન વિભાગના ડો. અશ્વિન વસાવાએ કહ્યું કે, મગજના સ્ટ્રોકને આપણે સામાન્ય રીતે બ્રેઇન એટેક, લકવા તરીકે ઓળખીએ છીએ. હાર્ટ એટેકની જેમ જ બ્રેઇન એટેક પણ મેડીકલ ઇમરજન્સી છે. લકવામાં મોટેભાગે શરીરના ડાબા કે જમણી બાજુના હાથ-પગમાં હલનચલન ઓછું થાય છે કે બંધ થાય, મોંઢું એક બાજુ ખેંચાઇ જવું, તોતડું બોલવું, મોંઢામાંથી લાળ પડતી, તેમજ જોવામાં તકલીફ, ઉલટી, સાંધાનો દુઃખાવો વગેરે લક્ષણો છે. લકવો થવાની અસર બાદ સાડા ચાર કલાકના સમયગાળામાં સારવાર શરૂ કરી દેવાય તો રીકવરી ઝડપથી આવી શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY