પટના,તા.૧૩
બિહારના મુઝફ્ફપુર બાલિકા ગૃહમાં રહેતી ૩૪ છોકરીઓ સાથે બળાત્કાર ઘટના પર્દાફાશ થયો અને જેના તાર છેક બિહારના રાજકીય નેતાઓ-અધિકારીઓ સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે. જાકે, હવે પટનાના આસરા બાલિકા ગૃહમાં બે છોકરીના સંદિગ્ધ મોત થતાં અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે. બીજી તરફ આસરા બાલિકા ગૃહની ‘માલિકણ’ની ધરપકડ કરાઈ છે.
આ મામલે એક ચોકવનારો ખુલાસો થયો છે. આસરા બાલિકા ગૃહમાંથી ૧૦ ઓગષ્ટે ૪ છોકરીને ભગાડવાની કોશિશ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસે છોકરીઓને ભગાડી હતી, એ દિવસે બે છોકરીના મોત નીપજ્યા હતાં. આસરા બાલિકા ગૃહમાંથી છોકરીઓને ભગાડવાના કેસમાં આરોપી પડોશી બનારસીની ધરપકડ થઈ ચૂકી છે. બનારસીની છત અને આસરા બાલિકા ગૃહ બિલ્ડીંગ એકબીજાને અડીને આવેલા છે.
આસરા બાલિકા ગૃહની માલિકરણ મનીષ દયાલને પણ ધરપકડ કરાઈ છે. મનીષા દયાળ પટનાની હાઈપ્રોફાઈલ સોસાયટીનો ખૂબ ચર્ચિત અને ખૂબસૂરત ચહેરો છે. મનીષ દયાલ એક એનજીઓ ચલાવે છે અને એક મેગેઝિનની માલિક પણ છે.
પટનાના એસએસપી અને ડીએમ દ્વારા આસરા બાલિકા ગૃહની મહિલાઓ અને છોકરીઓની પૂછપરછ કરાઈ રહી છે. એવા અહેવાલ છે કે બે મહિલાના મોત થયા છે, એમાં એકનો અંતિમ સંસ્કાર પણ કરી દેવાયો છે, જ્યારે બીજી મૃતક મહિલાનું આજે બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
આમ, બિહાર બાલિકા ગૃહ સેક્સરેકેટના તાર કયાં સુધી પહોંચે છે,તેના પર સૌની નજર મંડાયેલી છે. આસરા બાલિકા ગૃહની હાઈપ્રોફાઈલ માલિકણ મનીષા દયાલની ધરપકડ થતાં અનેક રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના પગ નીચેથી ધરતી ખસવા માંડી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



