સાબરડેરી વિવાદ : બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં ૩ જૂને સુનાવણી

0
9

હિંમતનગર,તા.૨૧
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલક અને દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરીના ચેરમેનની ચૂંટણીના વિવાદ બાદ ઇડર ઝોન-૧ ના બોર્ડ ઓફ ડીરેકટર પૈકીના એક ધુળાભાઇ કોદરભાઇએ મહેસાણાની બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં દાખલ કરેલી કેવીએટ અંગેની સુનાવણી આગામી તા.૩ જૂનના રોજ હાથ ધરાશે.
સાબરડેરીના ચેરમેનની ચૂંટણીના મામલે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રીટ પીટીશન બાદ ઇડર ઝોન-૧ ડીરેકટર પટેલ ધુળાભાઇ કોદરભાઇએ મહેસાણાની નોમિનીઝ કોર્ટમાં સીટીસીની કલમ ૧૪૮ એ મુજબની કેવીએટ અરજી દાખલ કરી હતી. જે અંગેની કાર્યવાહી બાદ બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટ દ્વારા વધુ સુનાવણી આગામી તા.૩ જૂનના રોજ કરવામાં આવશે.
જેના કારણે સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી અંગે હાઇકોર્ટમાં પણ રીટ પીટીશન કરવામાં આવી છે ત્યારે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટની સુનાવણી પણ મહત્વની બની રહેશે. દૂધ સંઘના હોદે્‌દારો કાયદાકીય રીતે પોતપોતાના અભિપ્રાયો આપી રહ્યા છે ત્યારે આખરી નિર્ણય તો કોર્ટ દ્વારા કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY