ઇંગ્લેન્ડમાં કસૌટી થશે

0
8

હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ બાદ હવે ફરી એકવાર ક્રિકેટની રોમાંચતા ઇંગ્લેન્ડના પ્રવાસમાં જાવા મળશે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમની કસૌટી પણ થશે. કારણ કે ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે હમેંશા જારદાર દેખાવ કરવામાં સફળ રહી છે. આ વખતે પણ તે તૈયાર છે. ઇંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ ટ્‌વેન્ટી મેચો, ત્રણ વનડે મેચો અને ત્યારબાદ પાંચ ટેસ્ટ મેચો રમનાર છે. લાંબી શ્રેણી હોવાથી ક્રિકેટ ચાહકોને મજા પડી જશે. સુપરસ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી કેપ્ટન બન્યા બાદ સતત સારો દેખાવ કરી રહ્યો છે અને વિશ્વના ક્રિકેટ પ્રેમીઓ અને પૂર્વ ક્રિકેટરોને પોતાન તરફ ખેંચી રહ્યો છે. ભારતીય ટીમે વર્ષ ૨૦૧૭માં ઘરઆંગણે વિશ્વની તમામ શક્તિશાળી ટીમો ધુળ ચટાડી હતી. તેના શાનદાર દેખાવના કારણે ભારતીય ક્રિકેટરો વિશ્વમાં છવાયેલા રહ્યા હતા. ભારતીય ટીમ ઘરઆંગણે હમેંશા જારદાર દેખાવ કરે છે અને વિદેશી જમીન પર તેનો ફ્લોપ શો રહે છે. આંકડા પણ આ વાતની સાબિતી આપે છે. આવી સ્થિતીમાં વિદેશમાં ભારતીય ટીમ જારદાર દેખાવ કરશે તેવી આગાહી કોઇ કરે છે તો નવી આશા જાગે છે. હવે લોકપ્રિય જ્યોતિષ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વિદેશમાં પણ ભારતીય ટીમ વર્ષ ૨૦૧૮માં ડંકો વગાડનાર છે. વર્ષ ૨૦૧૮માં ભારતીય ટીમ કેટલીક શક્તિશાળી ટીમો સામે રમનાર છે. આવી સ્થિતીમાં ભારતીય ટીમની આકરી કસૌટી થનાર છે.નાગપુરના એક ક્રિકેટ જ્યોતિષ નરેન્દ્ર બુન્દે દ્વારા આગાહી કરવામાં આવી છે કે વર્ષ ૨૦૧૮માં ભારતીય ટીમ વિદેશમાં પણ જારદાર દેખાવ કરનાર છે. નરેન્દ્ર દ્વારા કરવામાં આવેલ મોટા ભાગન આગાહી વિતેલા વર્ષોમાં સાચી સાબિત થઇ ચુકી છે. આવી સ્થિતીમાં તેમના દ્વારા કરવામાં આવેલી નવી આગાહીથી કરોડો ચાહકો રોમાંચિત થઇ ગયા છે. નરેન્દ્રે થોડાક સમય પહેલા કહ્યુ હતુ કે ૩૬ વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ ૨૦૧૯માં રમનાર છે. એ વખતે તેમની આગાહીને લઇને પણ પ્રશ્નો થયા હતા. કારણ કે ધોનીના એ વખતના દેખાવને લઇને તેના વનડે ટીમમાં સામાવેશને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા હતા. જા કે હવે ધોનીના જારદાર ફોર્મને લઇને તમામ લોકો માની રહ્યા છે કે તે વર્લ્ડ કપ ૨૦૧૯માં તો રમશે જ. નરેન્દ્રે તે પહેલા દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરની ઇજામાંથી વાપસી, ભારત રત્ન, પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની વાપસી અને વર્લ્ડ કપ ૨૦૧૧માં જીત માટેની આગાહી કરી હતી. જે તમામ સાચી સાબિત થઇ હતી. આ વખતે નરેન્દ્રે કહ્યુ છે કે કે વિરાટ નવી નવી સિદ્ધીઓ હાંસલ કરનાર છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમ નવા રેકોર્ડ સફળતાના હાંસલ કરનાર છે. આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે વિરાટ કોહલી ટુંક સમયમાં જ એક મોટી ડીલ કરનાર છે જે ઇતિહાસમાં નોંધાશે. બુન્દેએ કહ્યુ છેકે જ્યારે લોકો ધોના દેખાવને લઇને પ્રશ્ન કરી રહ્યા હતા ત્યારે તેમને ભવિષ્યવાણી કરી હતી કે ધોની વર્લ્ડ કપ ૨૦૧૯માં ચોક્કસપણે રમનાર છે. છેલ્લા ચાર મહિનાથી તે જે રીતે હવે રમી રહ્યો છે તે જાતા તે ટીમમાં ઉપયોગી ભૂમિકા અદા કરનાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY