સ્મીમેરમાં ART સેન્ટરમાં પાણી ટપક્યું: HIV દર્દીઓની ફાઈલો પલળી

0
12
દર્દીઓ તથા સંબંધીઓ પરેશાન થયા
માત્ર એઆરટી સેન્ટરમાં જ નહીં સ્મીમેરમાં ઠેર-ઠેર પાણીનું ગળતર

ચોમાસું સક્રિય બનતાની સાથે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં ઠેર-ઠેર પાણી ટપકવા લાગ્યું હતું. એ.આર.ટી. સેન્ટરમાં પાણી ટપકવાથી એચ.આઈ.વી. ગ્રસ્ત દર્દીઓની ફાઈલો ભીની થતા દર્દીઓની હાલત કફોડી બની હતી. સ્મીમેર હોસ્પિટલમાં એ.આર.ટી. સેન્ટરમાં આજે સવારે કેબીન નં. ૯ માં વરસાદી પાણી ટપકવા લાગ્યું હતું. જેના કારણે એચ.આઈ.વી. ગ્રસ્ત દર્દીઓની વિવિધ હિસ્ટ્રી લખેલી ફાઈલો ભીની થઈ ગઈ હતી. ફરજ બજાવતા કર્મચારીની ભીની થઈ રહેલી ફાઈલો પર નજર પડી હતી. એટલે કર્મચારીઓ ભીની થયેલી ફાઈલોને તરત બહાર કાઢી હતી. અને નીચે પાથરીને સુકવવા મુકી હતી. નોંધનીય છે કે છેલ્લા ૫ વર્ષથી એચ.આઈ.વી.ની ચાલતી સારવારની હિસ્ટ્રીના કાગળો ફાઈલોમાં હોય છે. જેમાં દવા કે શું સારવાર આપવી તે સહિતના કાગળો તબીબ દ્વારા લખવામાં આવે છે. તબીબે લખેલું લખાણ ઝાંખું થયું, તો અમુક અક્ષરો ભુંસાઈ ગયા છે. આવા સંજોગોમાં દર્દીની વિગતો ફરી તૈયાર કરવી પડશે. અને તેની સારવાર પર અસર પડી શકે છે. એવું સ્મીમેરના સુત્રોએ કહ્યું હતું. સ્મીમેરના ART સેન્ટરમાં દર્દી માટેની પુરતી સુવિધા નથી સ્મીમેર હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટરમાં પીવાનું પાણી, ટોયલેટની સમસ્યા છે. અમુક કેબનીનમાં વીજળી નહીં હોવાથી તબીબો બહારથી જેટલો પ્રકાશ આવે છે એટલા પ્રકાશમાં સારવાર આપી રહ્યા છે. એ.આર.ટી. સેન્ટરનાં દર્દીઓને ઘણી તકલીફ પડી રહી છે. છતા ત્યાંના અધિકારીઓ આ અંગે ગંભીરતા દાખવતા નથી. એચ.આઈ.વી. ગ્રસ્ત દર્દીઓ આજરોજ સ્મીમેર હોસ્પિટલના આર.એમ.ઓ.ને પોતાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. સ્મીમેરમાં ઠેર ઠેર પાણીનું ગળતર સ્મીમેર હોસ્પિટલમાં એ.આર.ટી. સેન્ટર, રજીસ્ટ્રેશન કાઉન્ટર, આર.એમ.ઓ ઓફિસ પાસે, ઈ.એન.ટી. ઓ.પી.ડી. સહિતના ઓ.પી.ડી. તથા વિવિધ ૨૦ થી ૨૫ જગ્યાએ વરસાદી પાણી ટપક્યું હતું. જેથી સ્મીમેરમાં પાણી-પાણી થઈ ગયું હતું. જેના પગલે ત્યાં દર્દી, તેમના સંબંધી અને કર્મચારીઓ મુશ્કેલી વેઠી હતી. સ્મીમેરના અધિકારીએ કહ્યું કે સ્મીમેરમાં નવા બાંધકામ ચાલુ છે. જો કે પાણી નિકાલ કરવાના પાઈપ બ્લોક થઈ ગયો હતો. જેથી પાણી ટપકી રહ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY