(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,
જમ્મુ કાશ્મીરમાં વર્ષોથી સક્રિય ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનમાં સામેલ થઇ રહેલા કાશ્મીરી યુવાનો રાજ્યમાં હિઝબુલ અને તોયબાના સક્રિય વિદેશી ત્રાસવાદીઓ કરતા વધારે કટિબદ્ધ દેખાઇ રહ્યા છે. સાથે સાથે ત્રાસવાદીઓમાં સામેલ થયેલા કાશ્મીરી યુવાનો હાલમાં વધારે ખતરા ઉઠાવી રહ્યા છે. એવો પ્રવાહ પણ હાલમાં જાવા મળ્યો છે કે સુરક્ષા દળો દ્વારા ચારેબાજુથી ઘેરાઇ જવાની Âસ્થતીમાં ત્રાસવાદીઓ હવે શરણાગતિ Âસ્વકાર કરવાના બદલે મોત વધારે પસંદ કરી રહ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થયેલા કાશ્મીરી યુવાનો વધારે આત્મઘાતી હુમલા કરી રહ્યા છે અને સુરક્ષા દળો દ્વારા ચારેબાજુથી ઘેરાઇ જવાની Âસ્થતીમાં શરણાગતિ સ્વીકાર કરવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ત્રાસવાદીઓના આ પ્રકારના વર્તનના કારણે સુરક્ષા દળો ચોક્કસપણે ચિંતિત છે. તેમણે કહ્યુ હતુ કે હિઝબુલ દ્વારા ભરતી કરવામાં આવેલા સ્થાનિક ત્રાસવાદીઓએ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે આત્મઘાતી હુમલો કર્યો હતો. પુલવામામાં સીઆરપીએફના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો.એ વખત સુધી આત્મઘાતી હુમલો જેશ અને તોયબાના ખાસ રીતે ટ્રેનિંગ પામેલા વિદેશી ત્રાસવાદીઓ દ્વારા જ કરાવવામાં આવતો હતો. બીજી ચિંતા ઉપજાવે તેવી બાબત એ છે કે સુરક્ષા દળો દ્વારા ચારેબાજુથી ઘેરાઇ જવાની Âસ્થતીમાં ત્રાસવાદીઓ શરણાગતિ સ્વીકારતા નથી. ગોળીથી મરવાનુ પસંદ કરી રહ્યા છે. સ્થાનિક ત્રાસવાદીઓ તો પોતાના પરિવારની પણ હવે સાંભળતા નથી. કાશ્મીરી યુવાનો હથિયાર ઉઠાવવા માટે પોતાની નોકરીને પણ દાવ પર મુકવા માટે તૈયાર છે. ગયા વર્ષે ૨૦૩ અને આ વર્ષે હજુ સુધી ૬૦ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ હજુ મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે. જે ગતિથી ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે તે ગતિથી જ નવી ભરતી પણ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે સક્રિય ત્રાસવાદીઓ કરતા આ વખતે વધારે છે. જમ્મ ુકાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સુરક્ષા દળોએ ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યા બાદ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની સંખ્યા ૨૦૦થી પણ ઉપર પહોંચી ગઇ છે. હજુ પણ મોટા પાયે ઓપરેશન જારી છે. હાલમાં મોટી સંખ્યા ત્રાસવાદીઓ જુદા જુદા સંગઠનોના સક્રિય થયેલા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







