એશિયન ગેમ્સ : ભારતીય મહિલા હોકી ટીમે કઝાખસ્તાનને ૨૧-૦થી કચડી નાખ્યું

0
30


જાકાર્તા,તા.૨૨
ભારતીય મહિલા હાકી ટીમે ઇન્ડોનેશિયામાં આયોજિત ૧૮મી એશિયન ગેમ્સમાં ગજબનું પરફાર્મન્સ કરતા મંગળવારે રમાયેલી મેચમાં કઝાકિસ્તાનને ૨૧-૦થી કચડી નાખ્યું.
ભારતીય મહિલા હોકી ટીમના ૪ ખિલાડીઓએ હેટ્રિક બનાવી, પૂલ બીની આ મેચમાં ભારતએ ૧૮ ખિલાડીઓએ અજમાવી, જેમાંથી ૧૦ ગોલ કરવામાં સફળ રહી. જોકે ભારતીય ટીમ પોતાનો એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડી શકી નહી, તેણે ૧૯૮૨ની એશિયન ગેમ્સમાં હોગકોન્ગને ૨૨-૦થી હરાવ્યું હતુ.
ભારતની તરફથી સૌથી વધુ નવનીત કૌરે ૫ ગોલ ફટકાર્યા. તેણે ૧૧મી, ૧૨મી, ૧૬મી અને ૪૮મી મિનિટ (૨ ગોલ)માં ગોલ ફટકાર્યા. ગુરજીત કૌરે ૪ ગોલ ફટકાર્યા, તેણે ૮મી, ૩૬મી, ૪૪મી, ૫૧મી મિનિટમાં ગોલ કર્યા. આ સિવાય લાલરેમસિયામી અને વંદનાએ ૩-૩ ગોલ કર્યા જ્યારે લિલિમાએ ૨ ગોલ ફટકાર્યા. નેહા, ઉદિતા, દીપ ગ્રેસ, નવજાત અને મોનિકાએ ૧-૧ ગોલ ફટકાર્યા. આ અગાઉ ટીમે પોતાની પહેલી મેચમાં મેજબાન ઇન્ડોનેશિયાને ૮-૦થી હરાવ્યું હતુ. જોકે હવે ભારતીય ટીમ હવે ૨૫ ઓગ્સ્ટના દક્ષિણ કોરિયા સામે મેચ રમશે.
એશિયાઇ ગેમ્સ ૨૦૧૪માં કાંસ્ય પદક જીતનારી ભારતીય મહિલા ટીમ ૯માં જ્યારે કઝાકિસ્તાન ૩૪માં સ્થાન પર છે. ભારત ટૂર્નામેન્ટની સૌથી સારી રેન્કિંગ ધરાવતી ટીમ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY