અમેરિકાના ભૂતપૂર્વ સેનાધિકારી હોજેજે કહ્યું, આગામી ૧૫ વર્ષની અંદર અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ ખેલાશે

0
10

વોશિંગ્ટન,તા.૨૫
અમેરિકા અને ચીન વચ્ચે ભયંકર ટ્રેડ વાર ચાલી રહ્યું છે. આ ઉપરાંત પણ બંને મહાશક્તિઓ વચ્ચે ગંભીર વિવાદ છે. આ સ્થિતિમાં અમેરિકાના સૈન્યના પૂર્વ કમાંડરે શક્યતા વ્યક્ત કરતા કહ્યું છે કે, આગામી ૧૫ વર્ષની અંદર અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ ખેલાઈ શકે છે.
યૂરોપમાં અમેરિકી સૈન્યના ભૂતપૂર્વ નેવી કમાંડર લેફ્ટિનેટ જનરલ બેન હોજેજે બુધવારે કહ્યું હતું કે, યૂરોપીય સહયોગીઓએ રશિયા તરફથી મળી રહેલા પડકારને ધ્યાનમાં રાખી પોતાની સક્ષા હવે પોતે જ કરવી પડશે, કારણ કે અમેરિકા પ્રશાંત મહાસાગરમાં પોતાના હિતોનું રક્ષણ કરવા પર વધારે ધ્યાન આપશે.
અમેરિકાના ભૂતપૂર્વ સેનાધિકરી હોજેજે સુરક્ષા ફોરમને સંબોધિત કરતા કહ્યું હતું કે, અમેરિકાને મજબૂત યૂરોપીય સ્તંભની જરૂર છે. હું માનું છું કે, આગામી ૧૫ વર્ષની અંદર અમે ચીન સાથે યુદ્ધ ખેલીશું. જાકે એવું ફરજીત નથી કે આમ થાય જ પણ આવું થવાની પુરે પુરી શક્્યતા છે. વારસો સુરક્ષા ફોરમાની બે દિવસીય બેઠકમાં મધ્ય યૂરોપ, સેન્ય અધિકારીઓ અને રાજનેતાઓ પણ હાજર હતાં.
અહીં અમેરિકી સેનાના કમાંડરે એમ પણ કહ્યું હતું કે, ચીનના પડકારનો સામનો કરવા માટે પ્રશાંત અને યૂરોપમાં જે કંઈ કરવાની જરૂર છે, તેને કરવા માટે અમેરિકા પાસે પુરતી ક્ષમતા નથી.
વર્ષ ૨૦૧૪ થી લઈને ગત વર્ષ સુધી હોર્જ યૂરોપમાં અમેરિકી સેનના કમાંડર રહી ચુક્્યા છે. હાલ તેઓ સેંટર ફોર યૂરોપિયન પોલિસી એનાલિસિસમાં રાજકીય નિષ્ણાંત તરીકે કામ કરી રહ્યાં છે. આ વોશિંગ્ટન્ની એક સંશોધન સંસ્થા છે. તેમણે કહ્યું હતું કે, જમીની રાજનીતિની પ્રાથમિકતાઓ બદલાયા બાદ પણ નાટો પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતા સ્થિર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY