પોલીસ પહેરા સાથે એક ડઝન દૂધના ટેન્કરો મોકલાયા ; દેશમાં શરૂ થયું મહાદૂધ આંદોલન

0
11

મુંબઈ,તા.૧૭
મહારાષ્ટ્રમાં દૂધ ઉત્પાદક ખેડૂતો દ્વારા સોમવારથી શરૂ કરવામાં આવેલા મહાદૂધ આંદોલનને કારણે મંગળવારે મુંબઈ સહીતના રાજ્યના ઘણાં શહેરોમાં દૂધની તંગીની શક્યતા છે. ખેડૂતોના આંદોલન વચ્ચે પોલીસના પહેરામાં દૂધની ટેન્કરો મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં મોકલાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારનો દાવો છે કે મુંબઈમાં પંદર દિવસ સુધી ચાલે તેટલો દૂધનો સ્ટોક છે. તો બીજી તરફ દુગ્ધ ઉત્પાદક ખેડૂતોના તેવર જણાવી સંકેત આપી રહ્યા છે કે આગામી દિવસોમાં દૂધની તંગી વધવાના આસાર છે.
આંદોલનને કારણે નાસિક અને કોલ્હાપુરથી મુંબઈ માટે લગભગ એક ડઝન દૂધના ટેન્કરો સશસ્ત્ર પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા છે. લાખો લિટર દૂધથી ભરેલા ટેન્કરોને પુણે, નાસિક, કોલ્હાપુર, સાંગલી, બીડ, પાલઘર, બુલઢાણા, ઔરંગાબાદ અને સોલાપુર ખાતે રોકીને સડકો પર ખાલી કરી દેવામાં આવ્યા છે. અમરાવતીની નજીક એક ટેન્કરની આગચંપી પણ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિકાસ પ્રધાન મહાદેવ જાનકરે કહ્યુ છે કે મુંબઈમાં દૂધનો પંદર દિવસનો પુરતો જથ્થો છે. મુંબઈને દરરોજ સાત લાખ લિટર તાજા દૂધની જરૂરત છે. તેઓ મુદ્દાઓને હલ કરવાની કોશિશ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY