દેશમાં ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ લોકોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં લોકોએ વિરોધ કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. જેમાં પીએનબી ગોટાળાનો સૂત્રધાર નીરવ મોદીના લઈને લોકોમાં આક્રોશ છે. જેના પગલે પોતાના આક્રોશને પ્રદર્શિત કરવા માટે મુંબઈમાં હોળી સાથે નિરવ મોદીના પુતળાનું દહન કરશે. મુંબઈની એક ચાલીમાં નીરવ મોદીનું ૫૮ ફૂટ મોટું પુતળું બનાવ્યું છે. જેને હોળીની સાંજે દહન કરવામાં આવશે.
હાલમાં આ ચાલી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પુતળા પર લખવામાં આવ્યું છે કે પીએનબી ગોટાળા ડાયમંડ કિંગ. આ પુતળાને નિહાળવા લોકો દુર દુરથી આવે છે. હોળીને સામાન્ય રીતે બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપે મનાવવામાં આવે છે. તેવા સમયે લોકોએ આ પુતળાના માધ્યમથી નીરવ મોદીએ બુરાઈના પ્રતિક રૂપે ગણીને તેના પુતળાદહન તૈયારીઓ આરંભી દીધી છે. આ અંગે આયોજકોનો દાવો છે કે આ દેશની સૌથી મોટુ હોળીકા દહન હશે.
ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી એ એક અહેવાલ અનુસાર ૧૧,૪૦૦ કરોડના કૌભાંડમાં મોટા ભાગના એલઓયુ વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન ઇસ્યુ કરવામાં આવ્યા છે અથવા તો રીન્યુ કરવામાં આવ્યા છે. આ જ એલઓયુના આધારે જ નીરવ મોદીએ પીએનબીને બેંક ઈતિહાસનો સૌથી મોટો ચૂનો લગાવ્યો છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર આ અંગે ગુરુવારે એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદી અને મેહુલ ચોકસીએ તેમની ત્રણ કંપનીઓ માટે પંજાબ નેશનલ બેંક પાસેથી ૪૮૮૬ કરોડ રૂપિયા લીધા હતા. તેમણે બેંકમાંથી આ રકમ ૧૪૩ એલઓયુ મારફતે મેળવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"