ગાંધીનગર,તા.૨૪
રાજ્યમાં હાલની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈને તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની રજાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ૨૫ ઓગસ્ટ સુધીની પ્રાપ્ત રજા સિવાયની રજાઓ મંજૂર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જો કોઈ પોલીસ અધિકારી પ્રાપ્ત રજા સિવાયની રજા પર હોય તો તેઓની રજા ટુંકાવીને ફરજ પર પરત બોલાવા પર વિચારણા તેમજ તમામ સિનિયર અધિકારીઓને ૨૫ ઓગસ્ટે ગાંધીનગરમાં પોલીસ ભવનમાં હાજર રહેવા આદેશ કરાયો છે. મહત્વનું છે કે, ૨૫ ઓગસ્ટે હાર્દિક પટેલના ઉપવાસને લઈને માહોલ બગડી શકે તેવી આશંકા છે. તો બાદમાં ગણેશોત્સવ અને નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહે અને શાંતિ જળવાઈ રહે તે માટે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



