દેશ માં રકતદાન થી મેળવેલ લોહી થી દેશ માં HIV નો ફેલાવા માં પણ મોખરે

0
199

ઉત્તર પ્રદેશ માં ૨૧ લોકો એક જ સિરિન્જ ના ઝડપી ઉપયોગથી HIV ગ્રસ્ત થઈ ગયા ના સમાચાર બાદ હવે વધુ ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે.સરકારી રેકોર્ડ માં ધ્યાન આપવામાં આવતા જાણવા મળ્યું છે કે ૨૦૦૭ બાદ થી બ્લડ ટ્રાન્સફ્યુઝન અથવા તો લોહી એકથી બીજા વ્યક્તિને બ્લડ આપવાના કારણે ૨૦૫૯૨ લોકો ભારતભરમાં HIV ગ્રસ્ત થઈ ચૂક્યા છે.ઇન્ટેગ્રેટેડ કાઉન્સીલ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર દ્વારા પુરા પાડવામાં આવેલા આંકડાના આધાર પર આ વિગત સપાટી ઉપર આવી છે.નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓરગેનાઇઝેશન દ્વારા ચલાવવામાં આવતી ઇન્ટેગ્રેટેડ કાઉન્સીલ એન્ડ ટેસ્ટિંગ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા આંકડા ખૂબ જ ચોંકાવનારા રહ્યા છે.છેલ્લા ૧૧ વર્ષના ગાળામાં ૨૦૫૦૦ થી વધુ લોકો બ્લડટ્રાન્સફયુસન થી HIV ગ્રસ્ત થયા છે.ગુજરાત આમાં પાછળ નથી.નિષ્ણાતો નું કહેવું છે કે , કેટલીક વખત બેદરકારી પણ આના માટે મુખ્યરીતે જવાબદાર રહે છે.ઇન્ફેકશન ના કારણ તરીકે બ્લડ ટ્રાન્સફ્યુસન માટે બિનસુરક્ષિત સેક્સ સંબંધો પણ એક કારણરૂપ હોઈ શકે છે.ડેટા માં જણાવવામાં આવ્યું છે કે બ્લડ ટ્રાન્સયુઝન ના પરિણામ સ્વરૂપે HIV પોઝિટિવ કેસોની સૌથી મોટી સંખ્યા ગુજરાત માં નોંધાઈ છે.ગુજરાત માં આંકડા ચિંતાજનક છે.આંકડા દર્શાવે છે.કે દરેક પાંચ કેસો પૈકી એક કેસ ગુજરાત માં નોંધાયો છે.બ્લડ ટ્રાન્સફયુઝન ના મામલામાં ગુજરાત ટોપ ઉપર હોવાની વિગતો ખુલી છે.બીજી બાજુ ઉત્તરપ્રદેશ માં આ સંદર્ભ માં કેટલાક લોકો ની ધરપકડ પણ કરવામાં આવી ચુકી છે.તામિલનાડુ પણ આ યાદી માં છે.તબીબો નું કહેવું છે કે, જ્યાં બ્લડ બેંક ફોર્થ જનરેશન ના ટેસ્ટિંગથી અતિઆધુનિક વ્યવસ્થામાં ન રાખે તો બ્લડ ટ્રાન્સફ્યુઝન મારફતે વ્યક્તિને HIV થઈ શકે છે.સરકારી હેલ્થ સેન્ટરો માં ઉપયોગ કરવામાં આવી થર્ડ જનરેશન ની કીટ માં કેટલીક અસરગ્રસ્તો હોવાની વિગતો પણ ખુલી ચુકી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY