જેતપુરમાં મિત્રએ અવસાન પામેલા જીગરી દોસ્તની યાદમાં કર્યું કંઈક એવું કે સૌ જોતા રહી ગયા

0
122

જેતપુર:
સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર મિત્રતા કે દોસ્તીને સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. સગો ભાઈ પણ જેવી મદદ ન કરી શકે તેવી મદદ મિત્રો દ્વારા કરવામાં આવી હોવાના કિસ્સાઓ અહીં ઠેર-ઠેર જોવા મળતા હોય છે. પરંતુ શહેરના એક યુવાને પોતાની મિત્રતા કાયમી તાજી રહે તે માટે અવસાન પામેલા જીગરી દોસ્તની આબેહૂબ પ્રતિમા બનાવી અહીંના અંતિમધામમાં મુકાવીને મિત્રતાનો નવો અધ્યાય લખી નાખ્યો છે.

સોળ-સોળ વર્ષના વહાણા વિતી ગયા છતા મિત્રને ભૂલી ન શકનાર આ યુવાને પોતાના દોસ્તની યાદ કાયમ માટે જળવાઈ રહે તે માટે કરેલું આ કામ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ કાર્યને મિત્રતાની અનોખી મિસાલ માની હૃદયપૂર્વક આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. દેશ-વિદેશમાં ક્યારેય કોઈ મિત્રએ પોતાના મૃતક દોસ્તની યાદમાં આવું અદ્ભૂત કાર્ય કર્યું હોવાનું હજુસુધી જોવા કે સાંભળવા મળ્યું નથી.

જેતપુરના અપ્પુ કન્સ્ટ્રક્શન વાળા ચંદુભાઈ મકવાણાનો મિત્ર વિશાલ વિરેન્દ્રભાઈ જોગરાણા સોળ વર્ષ પહેલા તારીખ ૨૬/૩/૨૦૦૦ના રોજ ભાવનગર નજીકના એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જીગરજાન મિત્ર વિશાલનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું ત્યારથી ચંદુભાઈ ભારે ગુમસુમ રહેતા હતા. મિત્રતા ભૂલવી અશક્ય લાગતા મિત્રની સ્મૃતિ કાયમી જાળવી રાખવા માટે ચંદુભાઇએ શિલ્પી દ્વારા વિશાલની પ્રતિમા બનાવી અહીના સ્મશાનઘાટમાં મુકતા આ વાતના જાણકારોમાં બંનેની મિત્રતાના ભરપૂર વખાણ થઈ રહ્યા છે.

સામાન્ય રીતે વતન માટે કંઈક કરી છૂટેલા શહીદોની યાદમાં તેમ જ દેશની જીવિત કે મૃત હસ્તીઓના સ્ટેચ્યુ બનાવી અને તે પ્રજા વચ્ચે મુકાતા હોવાની વાતથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ મિત્રની પ્રતિમા મૂકી સદગતની સ્મૃતિ જાળવવાનો પ્રયાસ થાય તે વાત સૌ પહેલા જેતપુરના ચંદુભાઇએ સાબિત કરી બતાવી છે. ચંદુભાઈની આ અનોખી શ્રદ્ધાંજલીથી ચોક્કસ મૃતક મિત્રનો આત્મા પણ તૃપ્ત થયો હશે.

રીપોર્ટર :- સુરેશ ભાલીયા – જેતપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY