હોસ્પિટલની લિફ્ટમાં સગર્ભા, ૧૦૮ના કર્મચારી સહિત છ ફસાતા ભાગદોડ મચી

0
11

સુરત,તા.૧૯
સ્મીમેર હોસ્પિટલની ૫ નંબરની લિફ્ટમાં મોડી રાત્રે ૬ લોકો ફસાઈ જતા ભાગદોડ મચી ગઈ હતી. સગર્ભા સહિત ૨ દર્દી તેમજ ૧૦૮ના ૩ કર્મચારી અને એક દર્દીના સગા ૫૦ મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ ગયા હતા. જેથી ફાયર ફાઈટરની મદદ માંગવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે તમામને લિફ્ટમાંથી સફળતા પૂર્વક હેમખેમ બહાર કાઢ્યા હતા. અને લિફ્ટમાં ફસાયેલી સગર્ભા મહિલાને સ્ટેચર સાથે બહાર કાઢી હતી.
વિશાલ પરસાલાએ જણાવ્યું હતું કે, રાત્રીના ૧૧ઃ૩૫ વાગ્યાનો વડોદ ગામ પાંડેસરામાં પ્રસૂતાની પીડાનો કોલ હતો. જ્યાંથી ૧૯ વર્ષના વર્ષાદેવી દિપકભાઇ શર્માને ૯માં મહિને પ્રસૂતાની પીડા ઉપાડતા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં લિફ્ટની મદદથી સગર્ભા વર્ષાદેવી અને તેમના પરિવારના સભ્યોને ૫ નંબરની લિફ્ટમાં ઉપર લઈ જવાતા હતા. ત્યારે અચાનક લિફ્ટ બંધ થઇ જતા દર્દી અને તેમના સગાઓમાં ગભરામણ ઉભી થઇ હતી. દર્દીઓની લિફ્ટમાં ૨ સ્ટેચર પર ૨ દર્દી, ૨ પાઇલોટ, એક ઇએમટી અને એક દર્દીના સગા હતા. ૧૨ઃ૨૩ વાગ્યાના લિફ્ટમાં ફસાયા હતા. કોઈ પણ મદદે આવ્યું ન હતું. જેથી સૂઝબૂઝ વાપરી તાત્કાલિક ફાયરમાં ફોન કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને લગભગ ૫૦ મિનિટ બાદ તમામને બહાર કઢાયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY