ભારતે ગિફ્ટ કરેલા હેલિકોપ્ટર માલદીવ પાછા નહી આપે

0
9

ન્યુ દિલ્હી,તા.૧૯
માલદીવમાં સરકાર બદલાતની સાથે જ ત્યાંની ભારત વિરોધી હવામાં પણ જાણે પરિવર્તન આવી ગયુ હોય તેમ લાગે છે.
માલદીવના નવા રાષ્ટ્રપતિએ પહેલા તો ભારતના પીએમ નરેન્દ્ર મોદીને પોતાના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યુ હતુ અને હવે બીજી મહત્વની જાહેરાત કરી છે.
માલદીવના રક્ષામંત્રી મારિયા ડીડીએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે ભારતે અમને ગિફ્ટમાં આપેલા હેલિકોપ્ટર પાછા નહી મોકલાય,આ હેલિકોપ્ટર માલદીવમાં જ રહેશે.અમે પ્રેમથી આપેલી ગિફ્ટ પાછી આપી દઈએ તે અમારુ કલ્ચર નથી.
ઉલ્લેખનીય છે કે આ હેલિકોપ્ટરની સાથે તેની સારસંભાળ માટે ૫૦ ભારતીયોની ટીમ પણ તૈનાત છે.૨૦૧૩માં ભારતે માલદિવને આ હેલિકોપ્ટર ગિફ્ટમાં આપ્યા હતા.જાકે ચીન તરફી યામીન રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશના સબંધો વણસ્યા હતા.ચીનના દબાણ હેઠળ યામીને હેલિકોપ્ટર પાછા આપી દેવાનો પ્રસ્તાવ પણ મુકિયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY