લખનઉ,તા.૧૮
અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેચે લખનૌમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની બની રહેલી હોટલના નિર્માણ પર રોક લગાવી છે.
હાઇકોર્ટની લખનૌ બેચે આ મામલે રાજ્ય સરકાર પાસેથી પણ જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે સરકારને પુછ્યું છે કે, શા માટે હાઇસિક્્યોરિટી ઝોનમાં હોટલ નિર્માણની મંજૂરી આપવામાં આવી. આ સાથે જ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવનારા શિશિર ચતુર્વેદીને સુરક્ષા પુરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ મામલાની સુનવણી ૫ સપ્ટેમ્બરે થશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




