અમેરિકામાં કૌભાંડના આરોપી ભારતીય ડૉક્ટરને ૫૦ કરોડના બોન્ડ પર જામીન મળ્યા

0
11

હ્યુસ્ટન,તા.૧૬
અમેરિકામાં ૩૨૯૪.૪ કરોડ રૂપિયા (૪૬.૪ કરોડ ડોલર)ના હેલ્થકેર કૌભાંડમાં આરોપી ભારતીય મૂળના ડોક્ટરને ૪૯.૭ કરોડ રૂપિયા (૭૦ લાખ ડોલર)ના બોન્ડ પર મંગળવારે જામીન મળ્યા. ડો. રાજેન્દ્ર બોથરા (૭૭) હેલ્થકેર કૌભાંડમાં મુખ્ય આરોપી છે. અમેરિકાની એજન્સીઓને આશંકા છે કે, બોથરા કૌભાંડની રકમનો ઉપયોગ કરીને ભારત ભાગી શકે છે. તેથી કોર્ટે તેઓને ઘરમાં જ નજરકેદ રાખવાના આદેશ આપ્યા છે. તેઓના ઉપર જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે. બોથરાને ૧૯૯૯માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
બોથરા એક મહિનાથી જેલમાં હતા, તેમના સિવાય અન્ય ૫ ડોક્ટરો પણ આરોપી છે. આ તમામ સામે ડ્રગ્સને પ્રમોટ કરવા, છેતરપિંડી અને દર્દીઓને બિન-જરૂરી ઇન્જેક્શન આપવાનો આરોપ છે. બોથરા વિરૂદ્દ આરોપોની સુનવણી જુલાઇમાં થશે. તેઓની પત્ની અને દીકરીએ પણ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY