લંડન,તા.૨૮
વૈશ્ર્વિક સ્તર પર ભારતીય યુનિવર્સિટીની સંખ્યા ૪૨માંથી ૪૯ થઈ હોવાનું ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેકિંગમાં નોંધવામાં આવ્યું છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેકિંગ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલાજી – ઇન્દોર વિશ્ર્વ પ્રસિદ્ધ ૪૦૦ યુનિવર્સિટીની સંખ્યામાં ભારતની દ્વિતીય સર્વશ્રષ્ઠ સંસ્થાની યાદીમાં સ્થાન પામી છે. ભારત વિશ્ર્વ પ્રસિદ્ધ ૪૦૦ સંસ્થામાં પ્રથમ ૨૦૦ની સૂચિમાં સ્થાન પામી શક્્યું નથી, પરંતુ ૨૫૧થી ૩૦૦ સંસ્થાની યાદીમાં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ-બેંગલુરુને સ્થાન મળ્યું છે. એ રીતે આઈઆઈએસસી – બેંગલુરુ દેશની સર્વશ્રેષ્ઠસંસ્થા તરીકે સ્થાન પામી છે. જ્યારે આઈઆઈટી-ઇન્દોર ૩૫૧થી ૪૦૦ની યાદીમાં સ્થાન પામ્યું છે.
આઈઆઈટી ઇન્દોરે આઈઆઈટી મુંબઈને પીછેહઠ કરાવી આગળની હરોળમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે વર્લ્ડ રેકિંગની સૂચિમાં આઈઆઈટી મુંબઈ ૪૦૧થી ૫૦૦ બેંડની સૂચિમાં પાછળ ધકેલાયું છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ યુનિવર્સિટી રેકિંગમાં ચીને એશિયાના અન્ય દેશોને પાછળ ધકેલી પહેલી વાર ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નેશનલ યુનિવર્સિટી સિંગાપોરને પાછળ ધકેલી ચીનની જિન્હુઆ યુનિવર્સિટીએ એશિયાની બેસ્ટ યુનિવર્સિટીનો ખિતાબ મેળવી લીધો છે. ચીનની જીન્હુઆ યુનિવર્સિટી ૩૦મા સ્થાનેથી સીધી ૨૨મા સ્થાને પહોંચી છે. જ્યારે સિંગાપોર યુનિવર્સિટી ૨૨મા સ્થાનેથી ૨૩માં સ્થાને ધકેલાઈ છે. ટોપ યુનિવર્સિટી સંદર્ભે આ વખતે પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
વિશ્વની પ્રથમ શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે ઓક્સફર્ડ, કેમ્બ્ર્રિજ અને સ્ટેનફોર્ડ યુનિ.ને સ્થાન મળ્યું છે. મેસેચ્યુસેપ્સ ઈન્સ્ટિટ્યૂટટ ઓફ ટૅકનોલાજીને એક નંબર આગળ સ્થાન મળ્યું છે. જ્યારે કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલાજી ત્રીજા સ્થાનથી પાંચમાં સ્થાને પહોંચી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




