IIT હવે ઈન્ડિયાઝ ઈન્સ્ટ્રુમેન્ટ ફોર ટ્રાંસફોર્મેશન બને, લક્ષ્ય નક્કી કરવું સૌથી જરૂરી : મોદી

0
11

મુંબઈ,તા.૧૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક દિવસ માટે મુંબઈ પહોંચ્યા છે. તેઓએ બોમ્બે IITના ૫૬માં દીક્ષાંત સમારંભમાં ૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ૪૩ છાત્રોને સિલ્વર મેડલ આપ્યાં. મોદીએ કહ્યું, “આજે ૧૧ ઓગસ્ટ છે. આજના દિવસે જ ૧૧૦ વર્ષ પહેલાં દેશની આઝાદી માટે ખુદીરામ બોસે પોતાનું સર્વસ્વ પ્રદાન કર્યું હતું. આઝાદી માટે તેઓએ પ્રાણ આપ્યાં, પોતાનું બધું જ સમર્પિત કરી તેઓ અમર થઈ ગયા. પરંતુ આપણાં લોકોને આઝાદી માટે મરવાનું સૌભાગ્ય ન મળ્યું. જા કે આપણે આઝાદ ભારત માટે જીવી શકીએ છીએ.”
વડાપ્રધાને કહ્યું કે, “IIT તે સંસ્થાનોમાં છે જે ન્યૂ ઈન્ડિયાની ન્યૂ ટેકનોલોજી માટે કામ કરે છે. આવનારા સમયમાં વિશ્વનો વિકાસ કેવો હશે, તે નવી ટેકનોલોજી નક્કી કરશે. એવામાં તમારો રોલ ઘણો જ મહત્વનો હશે. આજે એનર્જી અને એન્વાયરમેન્ટ સૌથી મોટો પડકાર છે. મને વિશ્વાસ છે કે આ બંને ક્ષેત્રે રિસર્ચ માટે એક યોગ્ય વાતાવરણ સ્થાપિત થશે. સોલર એનર્જી ક્લીન એનર્જીનો એક મોટો સોર્સ સાબિત થવાનો છે. મેં વર્લ્ડ ફ્યૂલ ડે પર કહ્યું હતું કે ક્લીન એનર્જી પર દેશના IIT ઇન્સ્ટીટયૂટમાં ભણાવવામાં આવે. આજે IITની પરિભાષા અમારા માટે થોડી બદલાઈ ગઈ છે.IIT ઈન્ડિયા ઈસ્ટિંમેન્ટ ફોર ટ્રાંસફોર્મેશન બની ગયા છે.”
મોદીએ કહ્યુો કે, “અહીં જેટલાં લોકો પણ બેઠાં છે તેઓ કાં તો શિક્ષક છે કે પછી ભવિષ્યના લીડર. તમે આવનારાં ભવિષ્યમાં પોલિસી મેકિંગના કામમાં લાગી જશો. શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, તેમાં તમારૂ વિઝન પણ હશે. જૂનાં રીત રિવાજાને છોડવાનું કામ સહેલું નથી હોતું. સરકારી વ્યવસ્થાની સાથે પણ આવું થાય છે. તમને લોકોને આગ્રહ છે કે તમારી અસફળતાને મનની કાઢો. નવા સંસ્થાનનો પાયો નાંખવાનો છે. આવી અનેક સમસ્યાઓ છે જેનું સમાધાન તમે શોધી શકો છો. તમારા દરેક વિચાર સાથે આ સરકાર ઊભી છે. તમારી સાથે ચાલવા માટે તૈયાર છે. આ એક પડાવ છે. સાચો પડકાર તમારી બહારે રાહ જાઈ રહ્યો છે. તેનાથી તમારા પરિવાર અને સવા સો કરોડ દેશવાસીઓની આશા જાડાયેલી છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY