આૅસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ રમવાની ના પાડવા બદલ બ્રિયરલીએ ભારતને વખોડ્યું

0
25

ન્યુ દિલ્હી,તા.૧૯
ઇંગ્લૅન્ડના મહાન બૅટ્‌સમૅન માઇક બ્રિયરલી ટાટા ગ્રુપ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઈ આવ્યા છે અને તેમણે ‘ક્રિકેટ કેમ ધર્મની જેમ પૂજાય છે?’ એ વિષય પરની ચર્ચા દરમિયાન ડે ઍન્ડ નાઇટ ક્રિકેટના થતા આયોજનોને ટેકો આપ્યો હતો, પરંતુ શનિવારે શરૂ થયેલા આૅસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતીય પ્લેયરો ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ નથી રમવાના એ બાબતમાં નિરાશા વ્યક્ત કરી હતી.
આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવાનો જે પ્રસ્તાવ મૂક્્યો છે એને પણ બ્રિયરલીએ ટેકો આપ્યો હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડે આૅસ્ટ્રેલિયામાં પોતાની ટીમ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ નહીં રમે એવું થોડા અઠવાડિયા પહેલાં કહ્યું હતું અને એ સંબંધમાં થતી ચર્ચામાં બ્રિયરલીએ ભારતને વખોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના આયોજનથી ટેસ્ટ-ક્રિકેટને ઘણી મદદ મળશે. ટેસ્ટ-ક્રિકેટને બચાવવા અને એના રક્ષણ માટે સત્તાધીશોએ બનતા બધા જ પ્રયાસો કરવા જાઈએ. ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ એ પ્રયત્નોનો જ એક ભાગ છે. ભારતે ઍડીલેઇડમાં ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ રમવાની ના પાડી છે એ સાંભળીને મને બહુ દુઃખ થયું હતું. લાંબો વિચાર કર્યા વગરનો આ નિર્ણય કહેવાય.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY