સન્નીધાનમમાં પ્રદર્શનકારીઓની ધરપકડ પછી વાતાવરણ તંગ, રસ્તાઓ બંધ

0
6

સન્નીધાનમ,તા.૧૯
કેરળના પ્રાચીન અને હાલમાં ખૂબ જ ચર્ચિત મંદિર સબરીમાલામાં દરેક ઉંમરની મહિલાઓના પ્રવેશ મામલે રાજકીય લડત સતત ઉગ્ર બની રહી છે. આ મામલે ૮૦થી વધારે લોકોની ધરપકડ પછી સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનોએ જાર પકડ્યું હતું.
રવિવારે બીજેપી કાર્યકર્તાઓ અને સબરીમાલા કર્મા સમિતિના કેટલાક કાર્યકર્તાઓ પોલીસની મનાઇ ફરમાવવા છતાં નાડાપંતલ ખાતે એકત્રિત થયા હતા, જેની સામે કાર્યવાહી કરતાં પોલીસે ૮૦થી વધારે ધરપકડ કરી હતી. ધરપકડ પછી બીજેપી અને સબરીમાલા કર્મા સમિતિના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનોની સામે વિરોધ કરી મંત્રો ઉચ્ચારણ કર્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓનો મોટો સમૂહ કિલફ હાઉસ, તિરૂવનંતપુરમના મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ પર દેખાવો કરવા પહોંચ્યા હતા.
સૂત્રો મુજબ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો વધારે ઉગ્ર બની શકે છે. જેના લીધે સમગ્ર પોલીસ તંત્રને હાઇ એલર્ટ કરવામાં આવ્યું છે. સન્નીધાનમમાં જે શ્રદ્ધાળુઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમને પંપા શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ સમગ્ર પંપા વિસ્તારમાં પણ વાતાવરણ તંગ હોવાને લીધે પોલીસ તંત્રને સતર્ક કરવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY