એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચવા માટે તૈયારી

0
44

 

નવીદિલ્હી, તા. ૭
એરઇન્ડિયાના હિસ્સેદારી વેચવાની યોજનાને નિષ્ફળતા મળ્યા બાદ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા એક બાજુ એર
ઇન્ડિયાના પ્રાણ ફુંકવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હવે સરકાર એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચવાની યોજના ધરાવે છે. આ દિશામાં પહેલ પણ શરૂ કરવામાં આવી ચુકી છે. નેશનલ કેરિયરના દેવાને ઘટાડવા અને ફંડ ઉભા કરવાના હેતુસર એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચી મારવાનો નિર્ણય કરવાની તૈયારી ચાલી રહી છે. એરઇન્ડિયાના એર ટ્રાન્સપોર્ટ સર્વિસ વ્યૂહાત્મક વેચાણને લઇને અંતિમ ચર્ચા ચાલી રહી છે. એર ઇન્ડિયાના એર ટ્રાન્સપોર્ટ સર્વિસ ગ્રાઉન્ડ હેન્ડલીંગ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. એર ઇન્ડિયાના માટે ટર્ન એરાઉન્ડ સ્કીમના ભાગરુપે આ યોજના તૈયાર કરવામાં આવી છે. એર ઇન્ડિયાના ઉપર માર્ચ ૨૦૧૭ના અંત સુધીમાં ૪૮૦ અબજ રૂપિયાનું દેવું રહેલું હતું. સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, એર ઇન્ડિયાના એર ટ્રાન્સપોર્ટ સર્વિસના વ્યૂહાત્મક રોકાણને લઇને ગણતરી ચાલી રહી છે. બીડર્સ માટે એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ ટૂંકમાં જ આમંત્રિત કરવામાં આવનાર છે. જીઓએમ દ્વારા આને લીલીઝંડી આપી દેવામાં આવી છે. એર લાઈનને ફરીથી સ્પર્ધાત્મક બનાવવા જૂન મહિનામાં નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં પ્રધાનસ્તરની પેનલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ નવી હિલચાલ ચાલી રહી છે.દેવું ઘટે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જમીન સંપત્તિ વેચીને સંશાધનો ઉભા કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. અન્ય ગૌણ કંપનીઓ વેચવાની પણ તૈયારી ચાલી રહી છે. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા હવે બીડ આમંત્રિત કરવામાં આવનાર છે. સરકારે શરૂઆતમાં ૭૬ ટકા ઇક્વિટી હિસ્સેદારી વેચવાની તૈયારી કરી હતી. સાથે સાથે ખાનગી કંપનીઓને મેનેજમેન્ટ કન્ટ્રોલ આપવાની દિશામાં પણ વિચારણા કરાઈ હતી. ખરીદદારને ૨૪૦ અબજ રૂપિયા આપવા પડશે. સાથે સાથે અન્ય ૮૦૦૦ કરોડ રૂપિયા પણ આપવા પડશે. જા કે, હિસ્સેદારી વેચાણના મામલામાં કોઇપણ બીડરે તૈયારી દર્શાવી ન હતી. બિડિંગ પ્રક્રિયા ૩૧મી મેના દિવસે પરિપૂર્ણ કરી લેવાઈ હતી. જૂન મહિનામાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે ત્યારબાદ ચૂંટણી વર્ષમાં હિસ્સેદારી વેચાણ સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો હતો. નવેસરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં નફાની સ્થિતિ વધારે દેખાઈ રહી નથી. ૨૦૧૬-૧૭માં એઆઈએટીએસએલને ૬૧.૬૬ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી જ્યારે એઆઈને ૨.૯૭ અબજ રૂપિયાનો નફો થયો હતો. કેટરિંગ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ઇન

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY