ભરૂચના દહેગામ ખાતે ઈન્ડિયન ડેન્ટલ એસોસિયેશન ભરૂચ તથા અંકલેશ્વર અને દહેગામ ગ્રામ પંચાયતના સહયોગ દ્રારા આજ રોજ દહેગામ પ્રાથમિક મિશ્ર શાળામાં નિઃશુલ્ક દાંતનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
આ ચેકઅપ કેમ્પમાં ભરૂચ અને અંકલેશ્વર શહેરના કુલ ૧૫ દંત સર્જનોએ પોતાની સેવા આપી હતી કેમ્પમાં ડો દ્રારા ગામના લોકોની તપાસ કરી દાંતની જારવણી સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં ઈન્ડિયન ડેન્ટલ એસોસિયેશન ભરૂચ તથા અંકલેશ્વરના પ્રમુખ ડો.કેવિન ગાંધી,સેક્રેટરી ડો.પીચાઈ ચેન,સી,ડી,એચ, કન્વેનર ડો.ઉર્વશી પટેલ,દહેગામ ના સરપંચ ઈલીયાશ પટેલ,ગ્રામ પંચાયતના સભ્યો સહિત બીજા અન્ય ડોક્ટર સાથે મોટી સાંખ્યમાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"